માલગઢના મહીલા સરપંચ સામે મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી

- Advertisement -
Share

કંટાળેલા મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે

 

ડીસા તાલુકાના માલગઢ ગામના મહીલા સરપંચ સામે સોમવારે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરતાં હોવાના આક્ષેપો સાથે ગ્રામ પંચાયતના 16
સભ્યોમાંથી મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત ડીસા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરી હતી.

ડીસા તાલુકાના માલગઢ ગામના મહીલા સરપંચ સામે સોમવારે ગ્રામ પંચાયતના મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.
માલગઢ ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા ચૂંટાયેલા સભ્યોને કોઇપણ જાતના વિશ્વાસમાં લીધા વગર તેમના પતિ અને કોન્ટ્રાક્ટર સાથે મળી હલકી ગુણવત્તાવાળુ કામ કરી ભ્રષ્ટાચાર આચરતાં હતા
અને મહીલા સરપંચના પતિ ચૂંટાયેલા સભ્યો સાથે અભદ્ર વર્તન કરતાં કંટાળેલા મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ સોમવારે ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકી સમક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

આ અંગે માલગઢ મહીલા ડેપ્યુટી સરપંચ કાજલબેન સુંદેશા અને સભ્ય સુરેશભાઇ ટાંકે જણાવ્યું હતું કે, ‘ગામમાં કોઇ કામ થાય તો સરપંચ પતિ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામ કરી ભ્રષ્ટાચાર આચરે છે.
હમણાં જ રૂ. 33 લાખની ગ્રાન્ટ આવી હતી. જેમાં અડધું કામ થયું નથી અને તમામ ગ્રાન્ટ ઉપડી ગઇ છે. જેથી મહીલા ડેપ્યુટી સરપંચ સહીત 10 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂઆત કરી છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!