ડીસામાં કતલખાને જતાં અબોલજીવોને પોલીસ દ્વારા છોડાવી કાંટ પાંજરાપોળમાં મુકાયા

- Advertisement -
Share

ડીસાના જાણીતા વકીલ દ્વારા સોસીયલ મીડિયામાં ડીસા ગવાડી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પશુઓની હેરાફેરી થાય છે તેને લઈને પોલીસ પર કટાક્ષની અસર જોવા મળી હોય તેમ ડીસાના રાજમંદિર 3 રસ્તા નજીક શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ વાહન ચેકીંગમાં હતાં.

 

 

 

જે દરમ્યાન એક પીકઅપ ડાલાને રોકાવી તપાસ કરતાં તેમાં 2 ભેંસ અને 5 નાના પાડા ખીચોખીચ ભરેલા મળી આવ્યા હતાં. જેથી આ પશુઓ કતલખાને લઇ જવાતા હોવાનું માલુમ પડતાં પોલીસે પીકઅપ ડાલા સહિત બે ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત જોઇએ તો, ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ ડીસાના રાજમંદિર ત્રણ રસ્તા નજીક વાહન ચેકીંગમાં ઉભા હતાં. જે દરમ્યાન એક પીકઅપ ડાલા ઉપર શંકા જતાં તેને રોકાવી તપાસ કરતાં 2 ભેંસ અને 5 નાના પાડા ઘાસચારા વગર અને પાણી વગર ખીચોખીક ભરેલા મળી આવ્યા હતાં.

 

 

 

જેથી પોલીસે પીકઅપ ડાલાના ચાલક અને બાજુમાં બેઠલ ઇસમને પુછપરછ કરતાં તેમની પાસે કોઇ પાસપરમીટ મળી આવ્યા ન હતાં. જેથી પોલીસે આ પશુઓને કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળતાં પોલીસે પીકઅપ ડાલા જેની કિંમત 3,00,000 સહિત 2 ભેંસ જેની કિંમત 80,000 તેમજ નાના પાડા 5 કુલ કિંમત 15,000 કુલ મુદામાલ 3,95,000 કબજે લઈ પીકઅપ ડાલાનો ચાલક સુભાનખાન રહેમાનખાન સુમરા, રહે. ગવાડી, ડીસા તથા મહંમદશાયર અબ્દુલસમદ કુરેશી, રહે.ભોપાનગર, ડીસાને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ 7 પશુઓને ડીસાની કાંટ રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે ખસેડાયા હતા.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!