બટાકાનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે કોર્ટમાં દાવો કરતાં વ્યાજ સહીત રૂ. 34 લાખ ચૂકવવા બિયારણ કંપનીને હુકમ કર્યો

Share

ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશન સમક્ષ આવેલ બિયારણ મામલે સામે આવેલા કેસમાં કોર્ટે ખેડૂતની તરફેણમાં એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. ખેડૂતનો પાક નિષ્ફળ જતાં બિયારણ ઉત્પાદિત કરતી કંપનીને વળતરની રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ખેડૂત પરિવારે મહિન્દ્રા એગ્રો કંપની પાસેથી બટાકાનું બિયારણ ખરીદ્યું હતું. જો કે, બિયારણ નાંખ્યા બાદ પાક નિષ્ફળ જતાં કન્ઝ્યુમર કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં ખેડૂત તરફી ચુકાદો આપ્યો છે.

 

 

વર્ષ 2014માં એક જ પરિવારના 4 ખેડૂતોએ 10 વીઘા જમીનમાં બટાકાનું ઉત્પાદન કર્યું હતું. જે માટે તેમણે મહિન્દ્રા એગ્રો કંપનીનું રૂ. 7.5 લાખમાં બિયારણ ખરીદ્યું હતું. જો કે, બિયારણ વાવ્યા બાદ પાક નિષ્ફળ ગયો, જેને લઇને ખેડૂત પરિવારે કૃષિ નિષ્ણાતને બોલાવી આ અંગે તપાસ કરી પાકના સેમ્પલ લઇ ટેસ્ટિંગ કરાવ્યું હતું.

advt

 

જેમાં સામે આવ્યું કે બિયારણમાં ખામી હતી. જે બાદ તેમણે મહિન્દ્રા કંપનીની આ અંગે જાણ કરી હતી. જેની સામે કંપનીએ નવા બિયારણનો પ્રસ્તાવ મૂક્યો, પણ તેનો સ્વીકાર ન કરતાં 4 ખેડૂતોએ ગ્રાહક કોર્ટમાં 2015માં વળતર માટે બિયારણ ઉત્પાદક કંપની, ડીલર અને દુકાનદાર સામે દાવો કર્યો હતો.

અમદાવાદ સ્થિત ગુજરાત સ્ટેટ કમિશનર એટલે કે ગ્રાહક કોર્ટમાં ખેડૂતે દાવો કર્યો હતો કે, જે બિયારણ વાવ્યા હતા તે પ્રમાણે 500 મણ પાક થવો જોઈતો હતો. પરંતુ તેની સામે માત્ર 100 મણ પાક મળ્યો.

 

 

બિયારણ સહીત અન્ય ખર્ચ અને તેને મળવા પાત્ર રકમ સહીત કુલ રૂ.17 લાખ 40 હજારનો ખર્ચ ખેતી પાછળ કર્યો હોવાની વાત રજૂ કરી હતી અને તેની સામે વળતર ચૂકવવા બિયારણ ઉત્પાદક કંપની સામે દાવો કર્યો હતો. જે મામલે કંપનીએ પણ તે પાકના સેમ્પલ લઈ પોતાની લેબમાં ટેસ્ટ કરાવ્યા જેમાં પણ બિયારણમાં ખામી હોવાનું સામે આવ્યું હતું.

આ અંગે ખેડૂત વતી કોર્ટમાં હાજર રહેલાં એડવોકેટ હેમલતા શાહે જણાવ્યું હતું કે, બિયારણ ઉત્પાદક કંપનીને બિયારણ સહીત ખેતી કરવામાં થયેલ ખર્ચ રૂ.17 લાખ 40 હજાર ઉપરાંત પાક થયા બાદ વેચાણથી મળવાપાત્ર રકમ સહીત રૂ. 40 લાખના વળતરનો દાવો કર્યો હતો.

 

 

આ મામલે કન્ઝયુમર કોર્ટે 60% વળતર લેખે કુલ રૂ. 24 લાખ 20 હજાર 775 અને તેના પરનું વ્યાજ ગણીને રૂ. 34 લાખ તેમજ રૂ.50 હજાર માનસિક ત્રાસ અને ખર્ચ પેટે રૂ.10 હજાર ચૂકવવા માટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.

 

From – Banaskantha Update


Share