ડીસાના કુચાવાડા નજીક રીક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એક યુવકનું મોત : એક યુવક ઘાયલ

Share

ડીસા તાલુકાના કુચાવાડા નજીક રવિવારે રીક્ષા અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા બે સવારોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. જ્યારે ટેન્કર ચાલક ટક્કર મારી ફરાર થયો છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ત્યારે રવિવારે એક વધુ અકસ્માતની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના વિઠોદર ગામમાં રહેતાં દશરથભાઇ જગમાલભાઇ પરમાર કુચાવાડામાં ગેરેજનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને રવિવારે સાંજે પોતાની રીક્ષા નં. GJ-08-AT-4590 ની લઇ તેના કાકાનો દીકરો સંજયભાઇ પરમાર રીક્ષા લઇ પસાર થઇ રહ્યા હતા.

advt

 

તે દરમિયાન કુચાવાડા નજીક આવેલ કનૈયા હોટલ પાસે પૂરપાટઝડપે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી એક ટેન્કરના ચાલકે રીક્ષાના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં બેઠેલા દશરથભાઇ પરમાર અને તેના કાકાનો દીકરો સંજયભાઇ પરમાર રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

 

આ બનાવના પગલે આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક અકસ્માતમાં ઘાયલને દશરથભાઇ પરમાર અને સંજયભાઇ પરમારને ખાનગી વાહન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં ફરજ પરના તબીબે દશરથભાઇ જગમાલભાઇ પરમારને મૃત જાહેર કર્યાં હતા અને સંજયભાઇ પરમારને ગંભીર ઇજાઓ પહોંચતાં ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

From – Banaskantha Update


Share