ડીસાના રાણપુરમાં ચાર દિવસથી ઇજાગ્રસ્ત ગાયને પાંજરાપોળમાં ખસેડાઇ

Share

ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ વિસ્તારમાંથી પસાર થતી નહેર નજીક છેલ્લા ચાર દિવસથી ઘાયલ ગાયને સારવાર માટે ગૌરક્ષકો દ્વારા પાંજરાપોળ લવાઈ હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા કેનાલ પર છેલ્લા ચાર દિવસથી ગાય ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી.

 

આ બાબતે કોઈપણ વ્યક્તિને જાણ ન હોવાના કારણે આ ગાય ચાર દિવસ સુધી ઇજાગ્રસ્ત થયેલી હાલતમાં પડી હતી.

 

 

જે વાત અહીંથી પસાર થતાં રાણપુર ગામના લોકોને જાણ થતાં તેઓએ તાત્કાલીક રાજપુર પાંજરાપોળના મકશીભાઈનો સંપર્ક કર્યો હતો.

 

 

જેથી તેઓ તાત્કાલીક ગૌશાળાનું વાહન લઈ તાત્કાલીક રાણપુર ઉગમણાવાસ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડાની કેનાલ પર પહોંચ્યા હતા.

 

 

જ્યાં ઇજાગ્રસ્ત ગાયને સોમવારે રાણપુર ગામના લોકોની મદદથી વાહનમાં બેસાડી સારવાર અર્થે રાજપુર પાંજરાપોળમાં લવાઈ હતી. જ્યાં ગાયની સારવાર શરૂ થતાં રાણપુર ગામના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

From – Banaskantha Update

 


Share