તીડના ત્રાસથી ખેડુતોને મુક્ત કરવા GTUના વિદ્યાર્થીઓએ બનાવ્યા ડ્રોન

- Advertisement -
Share

આ ડ્રોન તીડને શોધવામાં તેમને ઉડાડવામાં અને તેમનો સફાયો કરવામાં ઉપયોગી થઈ શકે

રાજ્યનાં તીડ પ્રભાવિત વિસ્તારમાં દિવસ રાત તીડ પાછળ ભાગતા ખેડૂતોના નિરાકરણ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. જીટીયુમાં ઈનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટરમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રોન તીડને શોધવામાં તેમને ઉડાડવામાં અને તેમનો સફાયો કરવામાં ઉપયોગી થઈ શકે તે માટે વિદ્યાર્થીઓ સરકારને રજૂઆત પણ કરશે.

ઉત્તરગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ સહિતના વિસ્તારોમાં તીડનો આતંક મચ્યો છે. થાળી વાડકા કે ઢોલ નગારા સાથે તીડ ઉડાડતા ખેડૂતો માટે જીટીયુના પાસ આઉટ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે ડ્રોન. આ ડ્રોનમાં લાગેલી સાયરનની મદદથી ઉડશે તીડ, એટલુ જ નહિ ડ્રોનમાં લાગેલા થર્મલ કેમેરાની મદદથી ખેતરમાં કયા વિસ્તારમાં તીડનું ઝૂંડ બેઠેલું છે તે જગ્યા પણ લોકેટ કરી શકાશે. તો વળી ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરીને તીડનો સફાયો પણ કરાશે.

આમ તો સ્ટાર્ટ અપ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરાયેલા આ ડ્રોન ખેડૂતોને પાક લણવા માટે, સુકાઈ રહેલા પાક અથવા ખરાબ થઈ રહેલા પાકને જાણકારી માટે સર્વીસ પ્રોવાઈડર તરીકે કામ થવાનું છે પરંતુ રાજ્યમાં તીડનો આતંક કે પૂર પ્રકોપ જેવી આકસ્મીક ઘટનાઓમાં સામાજ સેવાના ઉદેશ્યથી પણ વિદ્યાર્થીઓએ ટીમ તૈયાર કરી છે. ડ્રોન દવા છાંટવાની સાથે સાયરન પણ વગાડી શકે છે, ડ્રોનના થર્મલ કેમેરાં જમીન પરથી તીડને શોધવામાં મદદ કરે છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!