નડાબેટ નજીક જીપડાલાનું ટાયર ફાટતાં પલ્ટાતાં ૩૩ વ્યક્તિઓ ઘાયલ

Share

 

સૂઇગામ તાલુકાના મસાલી માધપુરા ગામના એક જ સમાજના ૩૩ લોકો રવિવારે નડાબેટ ખાતે શ્રી નડેશ્વરી માતાજીના દર્શન કરી મોડી સાંજે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ જીપડાલાનું ટાયર ફાટી જતાં ૩૩ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જેમને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

[google_ad]

 

 

આ બનાવને લઇ દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. સૂઇગામ તાલુકાના મસાલી માધપુરા ગામના ચૌધરીના સમાજના લોકો રવિવારે જીપડાલું લઇ શ્રી નડેશ્વરી માતાજીના દર્શન કરવા ગયેલા જે દર્શન કરી પરત ફરતાં નડાબેટ નજીક જીપડાલું પલ્ટી જતાં અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.

[google_ad]

 

 

પલ્ટી ગયેલ જીપડાલામાં બેઠલા ૩૩ જેટલા વ્યક્તિઓ પૈકી 15 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 3 જેટલી 108 અને અન્ય ખાનગી વાહનોમાં સૂઇગામ સી.એચ.સી.માં સારવાર અર્થે ખસેડાયા હતા. જે પૈકી 4 વ્યક્તિઓને વધુ ઇજાઓ હોઇ વધુ સારવાર અર્થે થરાદ લઇ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

[google_ad]

 

 

અકસ્માતને પગલે સૂઇગામ સી.એચ.સી.માં મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ તાત્કાલીક સૂઇગામ રેફરલમાં દોડી જઇ ઇમરજન્સી ઘાયલોની સારવાર ચાલુ કરાવી હતી અને ઘટનાની જાણ થતાં સૂઇગામ તાલુકાના અન્ય અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા.

[google_ad]

 

[google_ad]

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share