દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાની ફરિયાદ ન લેતાં એસ.પી., 2 ડી.વાય.એસ.પી. અને 2 પી.આઇ.ને કોર્ટ નોટીસ ફટકારી

Share

લાખણીની સગીરાનું 14 માસ અગાઉ અપહરણ કરી છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યુ હતું, તે વખતે પોલીસે ફરિયાદ નહીં લેતાં થરાદ પોલીસે કોર્ટના આદેશ બાદ ગુનો નોંધ્યો હતો.

[google_ad]

લાખણીની સગીરાનું તેણીની માસીના ઘરેથી 14 માસ અગાઉ એક શખ્સે ત્રણ જણાની મદદગારીથી અપહરણ કર્યુ હતુ. જેને ઉંટવેલીયા ગામની સીમમાં લઇ જઇ છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતુ. અને ઝેરી દવા પીવડાવી નહેર નજીક ફેંકી દઇ ફરાર થઇ ગયા હતા. જેની ફરિયાદ નોંધાવવા તેણી ડીસા અને થરાદ પોલીસ મથકે 27 દિવસ સુધી રજૂઆત કરી હતી.

[google_ad]

 

જો કે, દિયોદર કોર્ટના આદેશ બાદ થરાદ પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં પોતાની ફરિયાદ લેવામાં ઢીલ કરતાં પીડીતાએ જીલ્લા પોલીસવડા, ડીસા- થરાદ ડી.વાય.એસ.પી, ડીસા- થરાદ પી.આઇ. સામે ગૂનો દાખલ કરવા દિયોદર કોર્ટમાં અરજી કરતાં કોર્ટે આ અધિકારીઓને 17 નવેમ્બર 2021ના રોજ કોર્ટમાં હાજર રહેવા નોટીસ ફટકારી છે.

[google_ad]

 

લાખણી તાલુકાના એક ગામની સગીરા 25 સપ્ટેમ્બર 2020ના રોજ ડીસા ખાતે તેણીની માસીના ઘરે ગઇ હતી. જે રાત્રે સૂતી હતી. ત્યારે તેણીના ગામનો પથુભાઇ શંકરાભાઇ પરમાર, ભુરાભાઇ શંકરાભાઇ પરમાર, અશોકભાઇ શીવાભાઇ પરમાર અને શીવાભાઇ જગતાભાઇ પરમાર તેણીનું અપહરણ કર્યુ હતુ અને તેણીને થરાદ તાલુકાના ઉંટવેલીયા ગામની સીમમાં લઇ ગયા હતા. જ્યાં પથુભાઇ પરમારે છરીની અણીએ તેણીની ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને ઝેરી દવા પીવડાવી બેભાન હાલતમાં થરાદ નજીક નહેર પાસે ફેંકીને ફરાર થઇ ગયા હતા.

[google_ad]

 

 

આ અંગેની ફરિયાદ નોંધાવવા ડીસા- થરાદ પોલીસ મથકે વારંવાર રજુઆતો કરી હતી. છતાં કોઇ કાર્યવાહી ન થતાં દિયોદર કોર્ટમાં અરજી કરી હતી. જેમાં ન્યાયાધીશે તા. 9 ડિસેમ્બર 2020 ના રોજ થરાદ પોલીસ મથકે સી.આર.પી.સી.156 (3) મુજબ ગૂનો નોંધવા હૂકમ કર્યો હતો. જેના આધારે થરાદ પોલીસ મથકે તમામ આરોપીઓ સામે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.

[google_ad]

 

 

આ અંગે પીડીતાના વકીલ સુરેશભાઇ ખત્રીએ જણાવ્યું હતું કે, પોતાની ફરિયાદ લેવામાં ઢીલ કરવામાં આવતાં પીડીતાએ જીલ્લા પોલીસવડા, ડીસા- થરાદ ડીવાયએસપી, ડીસા- થરાદ પીઆઇ સામે ગૂનો દાખલ કરવા દિયોદર કોર્ટમાં અરજી કરતાં સેસન્સ જજ કે. એસ. હિરપરાએ આ અધિકારીઓને તા.17 નવેમ્બર 2021ના રોજ કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારી છે.

[google_ad]

 

પીડિતાએ બનાસકાંઠા જીલ્લા પોલીસવડા તરૂણ દુગ્ગલ, ડીસા ડી.વાય.એસ.પી. ડો. કુશલ આર. ઓઝા, થરાદ ડી.વાય.એસ.પી. પૂજા યાદવ, ડીસા સીટી દક્ષિણ પી.આઇ. બી. વી. પટેલ, થરાદ પી.આઇ. જે. બી. ચૌધરી સામે ભારતીય ફોજદારી અધિનિયમ 1860ની કલમ 166 ( જાણી જોઇને કાયદાની અવજ્ઞા), 166 (એ) (જાહેર સેવક દ્વારા કાયદા અંતર્ગત હૂકમની અવજ્ઞા), 167 (હાની કરવાનો ઇરાદો), 218 (સજામાંથી બચાવવા ખોટી નોંધ કે લખાણ) મુજબ કેસ ચલાવવા અરજી દાખલ કરી છે.

From – Banaskantha Update


Share