ડીસાની જી.આઇ.ડી.સી. માં ગંદકીનું સામ્રાજ્ય : ગંદકીથી વેપારીઓ ત્રાહીમામ્‌

Share

ડીસાના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી અને ગંદકીથી સ્થાનિક વેપારીઓ ત્રાહીમામ્‌ પોકારી ઉઠયા છે. સત્વરે નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લાનું વેપારી મથક ડીસામાં આવેલ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઘણા સમયથી સ્થાનિક વેપારીઓ ગંદકી અને વરસાદી પાણી ભરાવાથી હેરાન-પરેશાન થઇ ઉઠ્યા છે.

[google_ad]

 

સ્થાનિક વેપારીઓ જણાવી રહ્યા છે કે, નગરપાલિકામાં પાણી વેરો અને સફાઇ વેરો ટાઇમસર ભરવા છતાં નગરપાલિકા દ્વારા કોઇ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી.

[google_ad]

 

 

અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

[google_ad]

 

અત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે અને રોગચાળાએ માથું ઉંચક્યું છે. જેમાં ડેન્ગયુ અને મેલેરીયા જેવા રોગચાળાના કેસો પણ સામે આવી રહ્યા છે.

[google_ad]

 

તેમ છતાં ડીસા ખાતે આવેલ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં રોડ ન હોવાથી વરસાદી પાણી ભરાયા છે અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે. આવા સમયે નગરપાલિકા દ્વારા ગંદકી દૂર કરવામાં આવતી નથી અને વરસાદી પાણી ભરાયા છે તેનો પણ નિકાલ કરવામાં આવતું નથી. આ વિસ્તારના વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

[google_ad]


આ વિસ્તારમાં ઓઇલ મીલો આવેલી છે અને સુગર ફેક્ટરીઓ પણ આવેલી છે. તે તમામ લોકો આરોગતાં હોય છે. આવી ગંદકી અને વરસાદી પાણી ભરાય તો અનેક બીમારીઓ માથું ઉંચકી શકે તેમ છે.

[google_ad]

 

જેથી સ્થાનિક વેપારીઓ માંગ કરી રહ્યા છે કે, ‘સત્વરે નગરપાલિકા દ્વારા વરસાદી પાણી ભરાયું છે તેનો નિકાલ કરે અને ગંદકી દૂર કરે તેમજ દવાનો છંટકાવ કરવામાં આવે જેથી ભવિષ્યમાં મોટો રોગચાળો ફાટી નીકળે તે અટકી શકે.’

From – Banaskantha Update


Share