ફિલ્મની કહાનીને આંટી મારે તેવો પાલનપુરનો ચોરીનો બનાવ : મણીભુવનના તિજોરીમાંથી ભેજાબાજ શખ્સોએ રૂ. 45 કરોડની કિંમતી વસ્તુઓની ચોરી કરતાં ચકચાર

Share

પાલનપુરમાં રૂ. 45 કરોડની કિંમતી ચીજોની કથિત ચોરીની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં કરાઇ હતી. આ અરજી મુંબઈની લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટીના પુત્રો પૈકીના એક પ્રશાંત કિશોર મહેતા દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે, મહેતાના દાદાએ ઘણાં વર્ષો પહેલાં બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં ગરીબો માટે ચેરીટી હોસ્પિટલ-મણીભુવન બનાવ્યું હતું. આ મકાનના ભોંયરામાં એક તિજોરી હતી. જેમાં મહેતાના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત,એન્ટીક વસ્તુઓ સહીતની વસ્તુઓ રાખી હતી. આ અંગે પોલીસ એફ.આઈ.આર. નોંધે તેવી માંગ સાથે લીલાવતી કિર્તીલાલ મહેતા મેડીકલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કરેલી અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી.

[google_ad]

આ કેસમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, મણીભુવનના સંચાલન સાથે સંકળાયેલા હતા. તેઓએ જ વર્ષ-2019 માં રીનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટને તોડયું છે. તે લોકોએ રૂ. 45 કરોડની વસ્તુઓ ચોરી કરી હતી. આ અંગે પહેલાં એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે તપાસના ભાગરૂપે લીલાવતી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પાછળથી કેટલાંક કારણોસર, તપાસ કથિત રીતે રદ કરવામાં આવી હતી.

[google_ad]

advt

3.5 કિલો સોનાના દાગીના, બરોડાના રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો, બરોડાના મહારાજાનો કડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના 10 બટન,પીળા રંગનો નવ કેરેટનો હીરો,ચાંદીના નાના કપ નવ નંગ,ચાંદીના 10 કપ, ભગવાનનુ ચાંદીનું સિંહાસન,ચાંદીની 8 નાની રિંગ,ચાંદીના 3 મોટા લોટા,1 મોટો જગ, મોટો પ્યાલો,પાંચ નાની-મોટી થાળ, 2 લોટા, 9 નાની થાળી, 2 નાની જારી પેટી, પાંચ કિટલી, બે મંદિરના પતરા, મંદિરનો ઘુંમટ,નાનો ડબ્બો,ભગવાનનો પૂજાનો સામાન, 3 પ્યાલા ફૂલદાની અને તેનો ડબ્બો ચોરાયેલા કિંમતી સામાનની યાદી છે.

[google_ad]

 

 

અરજદારને તા. 20 ઓગષ્ટે ફોટા સાથે એક કવર મળ્યું હતું. જેમાં લખ્યું હતું કે, મણીભુવનમાં રહેલું સેફવોલ્ટ તોડવામાં આવેલું છે. ત્યારબાદ અરજદારે આ મુદ્દે તપાસ કરતાં મણીભુવનની દેખરેખ રાખતાં કુમાર પટેલે આ અંગે જણાવ્યું હતું કે, મણીભુવનના સંચાલન સાથે સંકળાયેલા રશ્મી મહેતા, ચેતન મહેતા, ભાવિન મહેતા, રેખા શેઠ, નિકેત મહેતા, સુશિલ મહેતા, દિલીપ સંઘવી સહીત અન્ય લોકોના કહેવાથી તેમના દ્વારા મોકલવામાં આવેલા માણસોએ આ સેફવોલ્ટ તોડી કિંમતી ઝવેરાતની ચોરી કરી છે.

 

From – Banaskantha Update


Share