ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 252 મતદારોના નામ યાદીમાંથી ગાયબ થતાં ખળભળાટ

Share

ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 252 મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઇ જતાં બેડામાં ખળભળાટ મચી ગયો છે. જેમાં વોર્ડ નં. 4ની પેટા ચૂંટણીમાં વોર્ડના જ 252 મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શરત ચૂકથી યાદીમાં નામ રહી જતાં નામ ઉમેરવા ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરી છે. ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને નામ ઉમેરવા દરખાસ્ત પણ કરી છે.

[google_ad]

ધાનેરા નગરપાલિકાની ચૂંટણી માટે 252 મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઇ જતાં રાજકીય પક્ષોમાં આમને-સામને ગરમાગરમીનો માહોલ ઉભો થયો છે. ત્યારે વોર્ડ નં. 4ની પેટા ચૂંટણી માટે વોર્ડના જ 252 મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઇ જતાં એક મોટો પ્રશ્ર ઉભો થયો છે.

[google_ad]

નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શરત ચૂકથી નામ રહી જતાં નામ ઉમેરવા ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરાઇ છે. ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને નામ ઉમેરવા દરખાસ્ત પણ કરી છે. વર્ષોથી રહેતાં મતદારોના શરત ચૂકથી નામ યાદીમાંથી રહી જતાં મતદારો મતદાન કર્યા વગર રહે તેવી પરિસ્થિતિ વણસી છે.

 

[google_ad]

જ્યારે 252 મતદારોના નામ મતદાન યાદીમાંથી ગાયબ થઇ જતાં પરિણામ પર મોટી અસરની શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યારે 252 મતદારના નામ યાદીમાંથી ગાયબ થતાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કર્યો ઇન્કાર આપએ આ મામલે બંને પક્ષોની રાજરમત ગણાવી છે. ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આ બાબતની ઉગ્ર ચર્ચામાં ઉતરતાં એકબીજા પર ફરિયાદ નોંધાવી છે.

 

From – Banaskantha Update


Share