ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ : બેદરકારી દાખવનાર લોકોને રૂ. 20 હજાર ઉપરાંતનો દંડ ફટકાર્યો

Share

બનાસકાંઠા જીલ્લામાં દિન-પ્રતિદિન વધી રહેલા ડેન્ગ્યુના કેસ મામલે હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને ગુરૂવારથી ડીસામાં વોર્ડ નં. 1 થી 11 માં આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. દૂષિત પાણી અને સફાઇ મામલે બેદરકારી દાખવનાર લોકોને રૂ. 20 હજાર ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે.

[google_ad]

બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાની આરે છે. ત્યારે જીલ્લામાં સારો એવો વરસાદ થઇ રહ્યો છે પરંતુ તેની સાથો સાથ રોગચાળાનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદના કારણે ભરાતાં વરસાદી પાણીના કારણે હાલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જેના કારણે સતત રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જીલ્લામાં મોટાભાગના શહેરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઇ રહ્યા છે અને આ વરસાદી પાણીમાંથી મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે.

[google_ad]

જેના કારણે હાલમાં તાવ, શરદી અને ખાંસી જેવી બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આ વખતે ડેન્ગ્યુના કેસો 40 થી વધુ નોંધાયા છે. કોરોના મહામારી બાદ હવે ડેન્ગ્યુના કેસો વધતાં આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી છે અને સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યુના કેસો નોંધાતાં વધતાં જતાં રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ડીસા અને પાલનપુર વિસ્તારમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે હાલમાં પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોમાં બીમારીનું પ્રમાણ વધતાં લોકોમાં પણ કોરોના મહામારી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

[google_ad]

આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે ડીસા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ડીસામાં વોર્ડ નં. 1 થી 11 માં નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને પોલીસ જવાનોની 11 ટીમો બનાવી તમામ વોર્ડમાં રહેણાંક મકાનો, કોમર્શિયલ, સરકારી કચેરી અને વસાહતો તેમજ જી.આઇ.ડી.સી. માં આવેલ ઓઇલ મીલો, સુગર ફેક્ટરીઓમાં પણ કોઇ જગ્યાએ સફાઇનો અભાવ હોય અને પાણી ભરાયા હોય તો તેના નિકાલ માટે તેમજ પાણીમાં પોરા પડયા હોય તો દવા છંટકાવ કરવામાં આવે છે. તેવી સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.

[google_ad]

advt

લોકો દ્વારા બેદરકારી દાખવી હોય તેવા ડીસામાં વોર્ડ નં. 1 થી 11 માં અલગ-અલગ લોકો પાસેથી રૂ. 20 હજાર ઉપરાંતનો દંડ વસૂલ કરાયો છે. ડીસામાં હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થાય અને લોકો સુરક્ષિત રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

 

From – Banaskantha Update


Share