પૂજારા-રહાણે અને અશ્વિને કરી હતી કોહલી સામે બોર્ડને ફરિયાદ, ટીમ ઈન્ડિયામાં મતભેદોથી બી.સી.સી.આઇ ચિંતામાં

Share

ઓક્ટોબર મહિનામાં રમાનારા ટી-20 વિશ્વકપ માટે ભારતીય ટીમના મેન્ટર તરીકે પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીની નિમણૂંક કરવામાં આવી છે.દરમિયાન એક મીડીયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ધોનીની નિમણૂંક કરવા પાછળનો ઈરાદો ટીમને એક રાખવાનો છે. કારણકે, ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગરૂમમાં ખેલાડીઓ વચ્ચેના મતભેદ ઘણા વધી ગયા હતા અને ક્રિકેટ બોર્ડ માટે પણ આ સ્થિતિ સંભાળવી મુશ્કેલ થઈ રહી હતી.

[google_ad]

બોર્ડના સૂત્રોના હવાલાથી આ મીડીયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ બાદ ટીમના સિનિયર ખેલાડીઓ પૂજારા, રહાણે અને અશ્વિને બોર્ડને ફરિયાદ કરી હતી. એ પછી વાઈસ કેપ્ટન રહાણેએ પણ બોર્ડના સેક્રેટરી જય શાહને કહ્યુ હતુ કે, કેટલાંક ખેલાડીઓ ખુશ નથી.

[google_ad]

 

એવુ મનાય છે કે, કોહલી પોતે ખરાબ ફોર્મમાં હતો અને આમ છતાં તેણે બીજા ખેલાડીઓ સામે ફરિયાદ કરી હતી. આ ફરિયાદ બાદ બોર્ડે પોતે ખેલાડીઓ સાથે વાત કરીને મતભેદો દૂર કરવાના પ્રયાસો કર્યા હતા. પણ તેની કોઈ અસર દેખાઈ નહોતી.

[google_ad]

 

ટેસ્ટ ચેમ્પિયનશિપ બાદ કોહલીએ અશ્વિનને ઈંગ્લેન્ડ સામેની સિરિઝમાં તક આપી નહોતી. કોચ શાસ્ત્રી અશ્વિનની તરફેણમાં હતા પણ કોહલી જાડેજાને રમાડવા પર અડી ગયો હતો.બીજી તરફ ટી-20 વર્લ્ડ કપ માટે કોહલી ચહલને ટીમમાં રાખવા માંગતો હતો અને રોહિતે અશ્વિનને ટીમમાં લેવા માટે સમર્થન આપ્યુ હતુ અને તેનાથી પણ કોહલી નારાજ થયો હતો.

[google_ad]

 

હવે જ્યારે કોહલીએ વિશ્વકપ બાદ ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી દીધી છે ત્યારે બોર્ડ માની રહ્યુ છે કે, ખેલાડીઓ વચ્ચેના મતભેદો દૂર કરવા માટે ધોની સૌથી યોગ્ય વ્યક્તિ છે. ધોનીની હાજરીથી ડ્રેસિંગમાં વાતાવરણ સારૂ થઈ જશે.

 From – Banaskantha Update


Share