હારીજ માર્કેટયાર્ડ બહાર થયેલી ફાયરિંગ ઘટનાના વધુ ત્રણ આરોપીઓ ઝડપાયા

- Advertisement -
Share

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથલતી સ્થીતી સામે તાજેતરમાં હારીજ નગરમાં આવેલા ગંજબજાર પાસે એક જ સમાજના યુવાનો વચ્ચે ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તેમજ એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

 

 

ગત તારીખ 22-06-2021ના રોજ પાટણ જિલ્લાના હારિજ તાલુકા મથકે આવેલા માર્કેટયાર્ડ પાસે રબારી સમાજના બે યુવકો પોતાના કામ અર્થે ગયેલા હોવાથી પોતાની જૂની અદાવતના ઝગડાના ભાગરૂપે સામેવાળા વ્યક્તિઓ દ્વારા પોતાના મળતિયાઓને દ્વારા ફરિયાદી પક્ષના બંને યુવાનો ઉપર પ્રાઇવેટ રિવોલ્વર દ્વારા ફાયરિંગ કરાવતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. તેમજ મૃતકના ભાઇ ને ગંભીર ઈજાઓ પહોંચતા પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ ફાયરિંગની ઘટનાની તપાસ પાટણ એસ.ઓ.જી પોલીસને સોપાતા પાટણ એસ.ઓ.જી પી.આઈ આર.કે અમીન તેમજ પી.એસ.આઇ વી આર ચૌધરીને મળેલી બાતમીને આધારે આ કેસના મુખ્ય આરોપી દેસાઈ હાર્દિક બાબરભાઈ તેમજ દેસાઈ અનિલ અમૃતભાઈને રાજસ્થાનના સ્વરૂપગંજ ખાતેથી ઝડપી પાડયા હતા. તેમજ અન્ય એક આરોપી હરપાલસિંહ દાડમ સિંહ વાઘેલા રહે ઉમરી તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા વાળાને ગુનામાં વપરાયેલ પિસ્તોલ સાથે પાલનપુર પાસેથી ઝડપી પાડયો હતો.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!