પાટણમાં અવાવરૂ કૂવામાં પડેલા બે શ્વાનના બચ્ચાનું જીવદયાપ્રેમીઓએ રેસક્યુ કરી નવજીવન બક્ષ્યું

Share

પાટણમાં અવાવારૂ કૂવામાં બે શ્વાન પડી ગયા હતા. જેથી જીવદયાપ્રેમીઓએ તેનું રેસક્યુ હાથ ધરી શ્વાનને બહાર કાઢ્યા હતા. શહેરમાં જીવદયાની પ્રવૃતિ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે અને આવી સંસ્થામાં નિઃસ્વાર્થ સેવા આપતાં જીવદયાપ્રેમી યુવાનો દ્વારા અનેક વખત રેસક્યુ કરી ફસાયેલા અબોલ જીવોને ઉગારી નવજીવન બક્ષવામાં આવતું હોય છે.

 

 

ત્યારે પાટણ શહેરના મોતીસા દરવાજા બહારના વિસ્તારમાં આવેલા અવાવરૂ કૂવામાં બે શ્વાનના બચ્ચા પડી ગયા હતી. જેને જીવદયાપ્રેમી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી બચાવી લીધા હતા.

 

 

શહેરના મોતીશા દરવાજા બહારના વિસ્તારમાં શ્વાનના બે બચ્ચા રમતા રમતા અવાવરૂ કૂવામાં પડી ગયા હતા. જે બાબતે આજુબાજુના સ્થાનિકોને જાણ થતાં તેઓએ અબોલ જીવોની નિઃસ્વાર્થ સેવા કરતાં અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમને જાણ કરી હતી.

 

 

 

જેથી ટીમે તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી દોરડા વડે ઉંડા અને અવાવરૂ કૂવામાં ઉતરી શ્વાનના બંને બચ્ચાને કૂવામાંથી હેમખેમ બહાર કાઢ્યા હતા. જીવદયાની નિઃસ્વાર્થ સેવા કરતાં જીવદયાપ્રેમી યુવાનોની સેવાને ઉપસ્થિત સૌએ સરાહનીય લેખાવી હતી.

 

From – Banaskantha Update

 


Share