છાપી પોલીસ દ્વારા સવા કરોડના દારૂ ઉપર ‘બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું

Share

વડગામ તાલુકાના છાપી પોલીસની હદમાંથી છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન વિવિધ માર્કાનો વિદેશી દારૂ તેમજ બિયર મળી કુલ બોટલ નંગ 62525 કિંમત રૂ. 1 કરોડ 55 લાખ 16 હજાર નો વિદેશી દારૂ છાપી સહીત જીલ્લાની વિવિધ પોલીસે ઝડપી પાડયો હતો.

 

 

ઝડપાયેલા વિદેશી દારૂ નો શુક્રવારે એસ.ડી.એમ. ગિલવા, નશાબંધી ડી.વાય. એસ.પી ભાવિનભાઈ છાપી પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરીની ઉપસ્થિતિમાં દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 

advt

 

 

દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી દરમિયાન લોકોના ટોળાં ઉમટી પડયા હતા. જ્યારે સમગ્ર વિસ્તારમાં દુર્ગધ પ્રસરી ગઈ હતી.

 

From – Banaskantha Update


Share