ધાનેરાના મગરાવામાં ઝુંપડામાં આગ લાગતાં દોડધામ

Share

ધાનેરા તાલુકાના મગરાવા ગામની સીમમાં ખેત મજૂરી કરતાં એક શ્રમિકના કાચા ઝુંપડામાં આગ લાગતાં ઘરમાં પડેલી તમામ ચીજવસ્તુઓ રાખ થઈ ગઈ હતી. જેમાં શ્રમિક પરિવારે રાત દિવસ એક કરી ભેગો કરેલા અનાજ પાક અને રોકડ રકમ આગ મળી જતાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું છે.

 

 

ધાનેરાના મગરાવા ગામમાં રહેતાં ગોકલાભાઈ હેદુભાઈ રબારીના ખેતરમાં ભાગીયા તરીકે મજૂરી કરતાં રાજસ્થાન રાજ્યના દુગાવાના ભરતભાઈ ધીરાભાઈ મેગવાળ પોતાના પરિવાર સાથે ખેતરના એક ભાગમાં છાપરું બનાવીને રહેતાં હતા. ખેતર માલિકના ખેતરમાં દિવસ રાત એક કરી થોડીક રકમ શ્રમિક પરિવારે ભેગી કરી હતી.

 

 

 

સાથે ખેતરમાં ત્રીજા ભાગમાં મગફળી તેમજ બાજરીનો પાક પણ મળ્યો હતો. સાથે ઘરવખરીનો સામાન પણ છાપરામાં પડયો હતો. જો કે, છાપરામાં આગ લાગતાં શ્રમિકે ભેગી કરેલી તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

 

 

 

 

કુંવારલા ગ્રામપંચાયતના તલાટી દ્વારા શ્રમિક પરિવારની મુલાકત લઈ બનાવનો અહેવાલ તાલુકા મથકે મોકલી આપ્યો છે. બનાસકાંઠા જીલ્લાનું વહીવટી તંત્ર ગરીબ પરિવારની વેદનાને સાંભળી સત્વરે નિયમો પ્રમાણે પરિવાર ફરી બેઠો થાય તે માટે આર્થિક મદદ કરે તેવી માંગ ઉઠી છે.

 

 

From – Banaskantha Update


Share