ડીસા નવજીવન બી.એડ. કોલેજના તાલીમાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ નમૂના બનાવ્યા

Share

ડીસા ખાતે આવેલી નવજીવન બી.એડ. કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ નમુના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં તમામ તાલીમાર્થીઓએ સુંદર નમૂના તૈયાર કર્યા હતા.

 

 

તાલીમાર્થીઓમાં સર્જનાત્મકતાના ગુણો વિકશે તેવા ઉમદા હેતુથી નવજીવન બી.એડ. કોલેજમાં વેસ્ટમાંથી બેસ્ટ નમૂના બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી.

 

 

જેમાં સેમેસ્ટર-1અને સેમેસ્ટર-3 ના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ પોતાના કલા કૌશલ્ય દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ સુંદર નમૂનાઓ તૈયાર કર્યા હતા.

 

 

આ નમૂનાઓ તેઓને શૈક્ષણિક કાર્યમાં પણ ઉપયોગી થઇ પડશે. સર્જનાત્મકતાના ઉત્તમ નમૂના તૈયાર કરનાર સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3 ના તાલીમાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. સોનલબેન પ્રજાપતિ, પ્રા.અમિતકુમાર સોલંકી, પ્રા. જયેશભાઇ ઠક્કર, પ્રા. નિરવભાઈ પરમાર, પ્રા.અમિતભાઈ ઠાકર, પ્રા. રમેશભાઈ પટેલ, પ્રા.બીનાબેન પટેલ, લાઈબ્રેરીયન મહેશભાઈ ચૌધરી, સિનિયર ક્લાર્ક અનાભાઈ પટેલ, અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડયું હતું.

 

From – Banaskantha Update


Share