ડીસા એરપોર્ટ સર્કલ ઉપર કારની ટક્કરથી બાઇક ચાલક ઘાયલ

Share

બનાસકાંઠા જીલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસાની મધ્યમાંથી પાલનપુર-કંડલા નેશનલ હાઇવે પસાર થાય છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા વણસી જતાં ઓવરબ્રિજ બનાવાયો છે. તેમ છતાં નીચે કોઈ પણ જાતની સવલતો ન કરાતાં ટ્રાફીક સમસ્યા યથાવત રહી છે અને માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે.

 

ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની મળતી વિગતો મુજબ ડીસાના ગવાડી બિહારી બાગ ખાતે રહેતાં સલીમભાઈ શેર મહંમદ શેખ નગરપાલિકાના સેનિટેશન વિભાગમાં નોકરી કરે છે.

 

જેઓ શનિવારે સવારે બાઇક લઈને એરપોર્ટ સર્કલ ઉપરથી પસાર થતાં હતા ત્યારે કાર ચાલકે તેમના બાઇકને ટક્કર મારતાં તેઓ નીચે પટકાઈને ઘવાયા હતા.

 

જેથી કાર ચાલક તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેમના જમણા પગે ફેક્ચરનું નિદાન થયું હતું.

 

From – Banaskantha Update


Share