એ.સી.બી.ની સફળ ટ્રેપથી પતિ સામે ફરિયાદ દાખલ કરવા માટે લાંચ લેતાં પી.એસ.આઇ. સહીત બે ઝડપાયા

Share

 

સુરતના ઉમરા મહીલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ દાખલ કરવા બાબતે રૂ. 10,000 ની માંગણી કરી હતી. લાંચ માંગનાર પી.એસ.આઇ. સહીત બે ઝડપાતાં ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં પણ એ.સી.બી. એ લાંચમાં લેવાયેલી રોકડ રકમ પણ જપ્ત લીધી છે.

 

પ્રતીકાત્મક તસ્વીર

 

એ.સી.બી.એ જણાવ્યું હતું કે, ‘ફરિયાદી બેને તેમના પતિ સામે ગુનો દાખલ કરવા માટે મહીલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજીની તપાસ પી.એસ.આઇ. કરી રહ્યા હતા. પતિ સામે ગુનો દાખલ કરવા માટે વકીલ મારફતે પી.એસ.આઇ.એ રૂ. 10,000 ની માંગણી કરી હતી.

 

 

ફરિયાદી બહેન લાંચની રકમ આપવા માંગતા ન હતા. તા.10/12/2021 ના રોજ ડી.એમ.વસાવા-પોલીસ ઇન્સ્પેક્ટર-વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન-વલસાડનો સંપર્ક કરી તમામ હકીકત જણાવી ફરિયાદ આપી હતી.’

 

 

ફરિયાદીની ફરિયાદના આધારે શનિવારે લાંચના છટકું ગોઠવવામાં આવ્યું હતું. ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પી.એસ.આઇ. માટે રૂ. 10,000 ની લાંચની રકમ સ્વીકારતાં રંગેહાથે ઝડપાયા હતા. બંને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

ટ્રેપીંગ અધિકારી ડી.એમ.વસાવા-પોલીસ ઇન્સપેક્ટર-વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન-વલસાડ હતા. જ્યારે મદદમાં કે.આર.સક્સેના-પોલીસ ઇન્સપેક્ટર-વલસાડ અને ડાંગ એ.સી.બી. પોલીસ સ્ટેશન-વલસાડ અને એ.સી.બી. સ્ટાફના માણસો હતા. સુપરવિઝન અધિકારી તરીકે એન.પી.ગોહીલ-મદદનીશ નિયામક-એ.સી.બી. સુરત એકમ હતું.

 

આરોપીઓના નામ
(1) કમલાબેન રણજીતભાઇ ગામીત (પોલીસ સબ ઇન્સપેક્ટર, મહીલા પોલીસ સ્ટેશન-સુરત શહેર, વર્ગ-3
(2) પંકજભાઇ રમેશભાઇ માકોડે-એડવોકેટ (ખાનગી વ્યક્તિ)

 

 

 

From-Banaskantha update

 

 

 


Share