બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો : મશીન અને રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડ્યા

Share

બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ગતરોજ ખાનગી વાહનમાં ચેકીંગ હાથ ધરી ડીસા પાસેથી સાદી માટીનું પૂરણ કરી રહેલ મશીન અને રેતી ભરેલ ડમ્પર ઝડપી પાડી દંડની કાર્યવાહી હાથ ધરેલ.

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વોને ઝડપવામાં સફળ રહેલ. ત્યારે ગતરોજ ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ ખાનગી વાહનમાં બેસી ભૂસ્તર વિભાગની ટિમ ડીસાના જી.આઈ.ડી.સીમાં ગોડાઉન પાછળ આવેલ એક ખાનગી માલિકીના પ્લોટમાં ગૌચરમાંથી સાદી માટી લાવી પુરણ કામ કરી રહ્યા હતા.

ત્યારે ભૂસ્તરની ટીમે જે.સી.બી મશીનને કબ્જે લઈ ડીસા પોલીસ મથકે લાવેલ અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ફરી ખાનગી વાહનમાં ચેકીંગમાં નીકળતા પાટણ હાઇવે પર બટાટા સર્કલ પાસે એક ડમ્પર નંબર GJ-08-Z-2787ને રોકાવી તપાસ કરતા બનાસનદીની સાદી રેતી 24 ટન ભરેલ હતી જેનું રોયલ્ટી પાસ ન મળતા ખનીજ વિભાગએ ડમ્પરને કબ્જે લઈ ડીસા પોલીસ મથકે લાવેલ અને દંડની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠામાં ભૂસ્તર શાસ્ત્રી અને તેમની ટિમની કામગીરીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ભૂસ્તર વિભાગ દ્વારા રોજ અવનવા કિમીયા અપનાવીને ખનીજ ચોરોને જડપવામાં સફળ રહયા છે. જોકે, ગતરોજ જે.સી.બી મશીન અને ડમ્પર કબ્જે કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો અને ભુર્ગભમાં ઉતરી ગયા હતા.

 

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષીએ જણાવ્યું હતું કે, અમારી ટિમ રાત દિવસ ખાનગી રાહે ચેકીંગ હાથ ધરી ચાલુ નાણાકીય વર્ષેમાં 300 કેસ કરી રૂ.3 કરોડ ઉપરાંત દંડની રકમ વસુલ કરેલ છે અને સરકારી તિજોરીમાં જમાં કરાવી.


Share