પાલનપુરમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોરોના પોઝીટીવ આવતા ચકચાર

Share

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોનાએ એન્ટ્રી કરી છે. પાલનપુરમાં બારમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

 

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એક વિદ્યાર્થિનીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. બારમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિધાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રાવેલ હિસ્ટરી ચેક કરતા તે રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવ્યા બાદ તેને કોરોનાની અસર થઈ હોવાનું જણાયું હતું.

 

બનાસકાંઠા જિલ્લા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી જીગ્નેશ હરિયાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ફરી એક વખત કોરોના દસ્તક દીધી છે. રાજસ્થાનમાં લગનમાં ગયેલા એક પરિવારને વિદ્યાર્થિનીને બારમા ધોરણમાં જે ભણી રહી છે તેને કોઈ પોઝિટિવ આવ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ જે 57 દેશોમાં જે જોવા મળી રહ્યો છે. એરોપ્લેનમાં જે ટ્રાવેલિંગ કરી બનાસકાંઠા જિલ્લામાં 92 જેટલાં વ્યક્તિઓ આવ્યા છે. સતત તેનું મોનીટરીંગ રાખવામાં આવી રહ્યું છે. સાત દિવસ માટે હોમ કોરોન્ટાઇન પણ રાખવામાં આવ્યા છે તેનું ટેસ્ટિંગ પણ કરેલું છે.

 

“ઓમિક્રોન વેરિયન્ટના પગલે બનાસકાંઠા જિલ્લામાં 26 નવેમ્બરથી વિદેશથી આવતા લોકોની માહિતી રાખવામાં આવી રહી છે 9 ડિસેમ્બર સુધી 92 મુસાફરો આવ્યા છે જેમાંથી ઓમીક્રોનની અસર હેઠળ આવતાં 13 દેશોમાંથી 18 લોકો બનાસકાંઠામાં આવ્યા છે જેમાંથી એક લંડન પરત ગયા છે બેના રિપોર્ટ આઠ દિવસ બાદ લેવામાં આવતાં તે નેગેટિવ આવી ગયા છે હાલ 16 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે.” : ડો. નરેશ ગર્ગ એપેડેમીક ઓફીસર બનાસકાંઠા

 

કોરોના સરકારી સેમ્પલ લેવાની કાર્યવાહી દરમિયાન છેલ્લા કેટલાય દિવસોથી કોઈ પોઝિટિવ કેસ આવતા નહોતા તેવા માં એંગોલા રોડ પરની સોસાયટીમાં રહેતા રહીશે પોતાની દીકરીના ખાનગી લેબોરેટરીમાં સેમ્પલ લેવડાવ્યા હતા જે અમદાવાદ પરીક્ષણમાં મોકલાયા હતા તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લેબ સંચાલકે આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું હતું અને જે આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગ સેમ્પલિંગ અને માઇક્રો કન્ટેન્ટમેન્ટ એક્ટિવિટી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share