ધાનેરાના કુંવારલા નજીક સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

Share

 

ધાનેરા તાલુકાના કુંવારલા ગામના ત્રણ રસ્તા નજીક શુક્રવારે ધાનેરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે સ્વીફ્ટ કાર પસાર થતાં તેને રોકાવી તલાશી લેતાં જેમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો.

 

 

જેમાં પોલીસે દારૂની પેટીઓ નંગ-9 બોટલ નંગ-432, સ્વીફ્ટ કાર અને મોબાઇલ ફોન નંગ-2 કુલ કિંમત રૂ. 2,42,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બે શખ્સોની અટકાયત કરાઇ હતી. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ દારૂની રેલમછેલ થઇ રહી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવી રહ્યું છે. ત્યારે ધાનેરા તાલુકાના કુંવારલા ગામના ત્રણ રસ્તા નજીક શુક્રવારે ધાનેરા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતી.

 

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે પસાર થતી સ્વીફ્ટ કાર નં. GJ-12-AK-8054 ને રોકાવી તલાશી લેતાં વિદેશી દારૂની પેટીઓ નંગ-9 બોટલ નંગ-432 કિંમત રૂ.36,720, સ્વીફ્ટ કારની કિંમત રૂ.2,00,000 અને મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ.5,500 મળી કુલ કિંમત રૂ. 2,42,220 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે જયંતિભાઇ સ/ઓ પ્રતાપભાઇ માજીરાણા (રહે. રાહ, તા. થરાદ) અને ભમરાભાઇ નાગજીભાઇ માજીરાણા (રહે. રાહ, તા. થરાદ) વાળાને ઝડપી પાડયા હતા. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share