પાલનપુર-અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાતા એક્ટીવા સવાર બે લોકો ગંભીર

Share

પાલનપુર-અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં એક્ટિવા અને જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટીવા પર સવાર 2 લોકોને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડાયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે પાલનપુર-અમદાવાદ હાઇવે પર જીપડાલા અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતમાં એક્ટીવા પર સવાર બે લોકોને ગંભીર ઇજા થતાં સારવાર માટે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

From – Banaskantha Update


Share