ડીસામાં પેટ્રોલપંપ સંચાલકો અને GST અધિકારીએ મળી સરકારના 5.98 કરોડોનું કૌભાંડ આચર્યું

Share

ડીસામાં પેટ્રોલપંપ સંચાલકો અને GST અધિકારીએ મળી સરકરના 5.98 કરોડોનું કૌભાંડ આચર્યું, ગુનો 8 વર્ષે નોધાયો.

ડીસામાં 8 વર્ષ અગાઉ વેટ કાયદા હેઠળ પેટ્રોલ પંપ સંચાલકોએ એડવોકેટ  કમલેશભાઈ હેરુવાલા અને હિશાબનીશ સાગર બનાવાલા દ્વારા કેટલાક પેટ્રોલપંપ સંચાલકોએ સરકારની આંખમાં ધૂળ નાખી ટેક્સની રકમ ઓછી ભરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

મોડ્સ ઓપરેન્ડી મુજબ વેપારીઓએ જાતે વેટ ભર્યા અંગેનો મેન્યુઅલ નમુનો 207 વિના સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી ઘટક 35 ડીસાના સીનીયર કારકુન નરેશ ચૌધરી અને સીનીયર કારકુન પ્રકાશ ચુડી પાસે તેમના લોગીન આઈડીમાંથી વેટ ભર્યા અંગેની ખોટી ખતવણી કરી એકનોલેજમેન્ટ રીશીપ્ટ જનરેટ કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હતી.

પ્રતીકાત્મક તસ્વીર

જેમાં નિવૃત રાજ્ય વેરા અધિકારી અશ્વિન જોશી અને નિરીક્ષક કરસન પ્રજાપતિએ ગુનાહિત કાવતરું રચી વેપારીઓના હિતમાં સરકારને 5.98 કરોડનો ચૂનો ચોપડયો હતો. જે મામલામાં સ્થાનિક સ્તરે તપાસ બાદ 29 વેપારીઓ, ટેક્સ એડવોકેટ, એકાઉન્ટન્ટ સાથે મળી જીએસટીના અધિકારી અને કર્મીઓ સામે સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી દેસાઈએ ડીસા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રતીકાત્મક તસ્વીર

સરકારી ઓડિટ આકારણીની કામગીરી દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. આ અંગેની વિગતો આપતા ડીસાના સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતી બેન દેસાઈએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2016-17 અને 2017-18 ની ઓડિટ આકારણી કામગીરી દરમિયાન કેટલાક પેટ્રોલ પંપના સંચાલકોને તેમના પત્ર કે ભરવાપાત્ર વેરો વેટ મેન્યુઅલ ચલણથી વેરો ભરેલ દર્શાવેલ જેની નકલ તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા વેપારીઓ પાસે તેમના વેરા સલાહકાર કમલેશભાઈ હેરુવાલા પાસે મંગાવેલા.

પ્રતીકાત્મક તસ્વીર

તે અંગે નોટિસ પાઠવી ચલણો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ વેપારી કે સલાહકાર આવા કોઈ ચલણો રજૂ કરેલા ન હતા. મેન્યુઅલી જે પેમેન્ટથી વેરો ભરેલ ન હતો તેમજ વેરા ભર્યા અંગેના પુરાવા રજૂ કર્યા ન હતા. જે બાદ વિસંગતતા ધ્યાને આવતા વર્ષ 2013-14ના સમયથી મેન્યુઅલી ચલણોની સાથે મેળવણું કરતા 29 વેપારીઓના કેસમાં વિસંગતતા સામે આવી હતી.

 

વેચાણ વેરા વિભાગ ની પ્રાથમિક તપાસ દરમિયાન 30 મે ના રોજ કરસનભાઈ વેલાજી ચૌધરીએ પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ ” ટેક્સ મૂકી કમલેશભાઈ હેરૂવાલા અને એકાઉન્ટન્ટ સાગરભાઇ બનાવાલાને ચલણ ભરવા રોકડમાં પેમેન્ટ આપતા અને સાગરભાઇ તેમને વેરો ભરી ને તેઓને તેનું ઇ-પેમેન્ટનું ચલણ નમુનો ૨૦૭ આપતા હતા. પરંતુ પ્રાથમિક ચકાસણીમાં માલૂમ પડ્યું કે વેપારીએ રજૂ કરેલી ઇ-પેમેન્ટ રીસીપ્ટ માં છેડછાડ કરેલ છે આવા કોઇ નાણાં સરકારી તિજોરીમાં જમા થયા નથી. જ્યારે VATIS સિસ્ટમમાં આર કંપની ખોટી મેન્યુઅલ પેમેન્ટડ તરીકે ખતવણી થઈ છે. આમ ખોટુ છેડછાડવાળુ પેમેન્ટ ચલણ બનાવી એનું ચલણ તરીકે ખોટી ખતવણી VATIS સિસ્ટમમાં કરાવડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું હતું

 

કોનીકોની સામે ગુનો નોંધાયો :

 

● કોભાંડ આચરનારા વેપારીઓ:-

1. હિતેશકુમાર નાનજીભાઇ જોષી (રહે.ભાખરી,તા.વાવ)
2. દશરથભાઇ કાળુભાઇ ખટાણા (રહે.દામા,તા.ડીસા)
3. દિનેશચન્દ્ર અજમલજી સુથાર (રહે.કસરી,તા.ડીસા)
4. વિરાજકુમાર હિતેન્દ્રભાઇ પરીખ (રહે.જેતડા,તા.થરાદ)
5. નરસિંહભાઇ થાનાજી પટેલ (રહે.રાહ,તા.થરાદ)
6. દરગાભાઇ ભેરાજી પટેલ (રહે.રાહ,તા.થરાદ)
7. ઇશ્વરદાન દેવીદાન ગઢવી (રહે.ભાટવરગામ,તા.વાવ)
8. નિલેશગીરી ગણપતગીરી ગૌસ્વામી (રહે.સુઇગામ,તા.વાવ)
9. ગણેશભાઇ પતાભાઇ પટેલ (રહે.ધાનેરા)
10. રાખુબેન રૂડાભાઇ સોલંકી (રહે.લવાણા,તા.દિયોદર)
11. મહેન્દ્રભાઇ ભવરજી જાડેજા (રહે.પાલડી,તા.દિયોદર)
12. નાગજીભાઇ જોરાભાઇ દેસાઇ (રહે.દિયોદર)
13. જમીલાબેન અશરફભાઇ સોલંકી (રહે.કોતરવાડા,તા.દિયોદર)
14. જબ્બરસિંહ લખાજી વાઘેલા (રહે.મીઠા,તા.ભાભર)
15. સંદિપકુમાર હરગોવનદાસ હડેચા (રહે.ભાભરનવા,તા.ભાભર)
16. જીગ્નેશભાઇ પી. ચૌધરી (રહે.ભાભરનવા,તા.ભાભર)
17. દેવરામભાઇ પટેલ (રહે.ભાભરનવા,તા.ભાભર)
18. લાલજીભાઇ હરજીભાઇ ચૌધરી (રહે.ભાભરનવા,તા.ભાભર)
19. દાનાભાઇ ભીખાભાઇ રાજપુત (રહે.ભાભરનવા,તા.ભાભર)
20. રીન્કલબેન રમેશગીરી ગૌસ્વામી (રહે.ગોસન,તા.ભાભર)
21. હીરાભાઇ પાંચાભાઇ પઢાર (રહે.જેતડા,તા.થરાદ)
22. ડામરાભાઇ કે.ડાભી (રહે.દાંતીવાડા)
23. ગીતાબેન કલ્યાણભાઇ દેસાઇ (રહે.ચાંગા,તા.કાંકરેજ)
24. જીતેન્દ્રકુમાર દેવસીભાઇ શેઠ (રહે.થરાદ)
25. શિલ્પાબેન પાંચાભાઇ ચૌહાણ (રહે.ડીસા)
26. ભાનુભાઇ ઉમેદભાઇ પરમાર (રહે.અભેપુરા,તા.થરાદ)
27. અભાભાઇ પટેલ (રહે.લાખણી)
28. વર્ધસિંહ દાનાજી વીંઝીયા (રહે.વાવ)
29. રોહિતકુમાર હિરાલાલ આચાર્ય (રહે.ભાભરનવા,તા.ભાભર)

● ટેક્સ એડવોકેટ

30. કમલેશ હેરૂવાલા (રહે.ડીસા)

એકાઉન્ટન્ટ
31. સાગરભાઇ હરેશભાઇ બનાવાલા (રહે.ડીસા)

વેચાણ વેરા કચેરીનાં કર્મચારીઓ
32. નરેશભાઇ સવાભાઇ ચૌધરી (રહે.દિયોદર)
33. પ્રકાશભાઇ જગદીશભાઇ ચુડી (રહે.સદરપુર,તા.પાલનપુર)
34. અશ્વિનભાઇ કાન્તીલાલ જોષી (નિવૃત) (રહે.પાલનપુર)
35. કરશનભાઇ જોયતાભાઇ પ્રજાપતિ (નિવૃત) (રહે.મોટાસડા,તા.દાંતા)

 

From – Banaskantha  Update


Share