ડીસાના ભોંયણ સર્કલ પાસે ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ભોયણ વિસ્તારમાં અકસ્માતની વણજાર

Share

ડીસાના ભોયણ સર્કલ પાસે ફરી અકસ્માતની ઘટના બનવા પામી છે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં મોટી જાનહાનિ ટળી છે પરંતુ વારે ઘડીએ ભોંયણ સર્કલ પાસે અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલ ડીસા તાલુકાના ભોંયણ સર્કલ પાસે વારે ઘડીએ અકસ્માતની ઘટના એક પછી એક સામે આવી રહી છે. ત્યારે આજે ફરી ડીસાના ભોંયણ સર્કલ પાસે હાઇવે ઓથોરિટી દ્વારા ભોંયણ સર્કલ પર કોઈ સિગ્નલ કે બપ્પ પર કોઈ સિગ્નલ ન હોવાના કારણે વારે ઘડીએ અકસ્માતની ઘટના બની રહી છે.

ત્યારે આજે ફરી મોડી સાંજે ભોંયણ સર્કલ પાસે ટ્રેલરના ચાલકે પુર ઝડપે ડ્રાઈવિંગ કરી આગળ જઈ રહેલ કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારને મોટું નુકસાન થવા પામ્યું હતું. પરંતુ અકસ્માતમાં મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ભોંયણ સર્કલ પર હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે વારે ઘડીએ અકસ્માતની ઘટના બનતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

 

From – Banaskantha Update


Share