ધાનેરાના વાસણ ચેકપોસ્ટ નજીકથી આઇશર ટ્રકમાં વિદેશી ઝડપાયો

Share

 

ધાનેરાના વાસણ ચેકપોસ્ટ નજીકથી બુધવારે ધાનેરા પોલીસે બાતમીના આધારે આઇશર ટ્રકમાં વિદેશી દારૂ ઝડપ્યો હતો. જેમાં પોલીસે કુલ કિંમત રૂ.12,13,532 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં પોલીસ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે બુધવારે વધુ ધાનેરા પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડયો છે. બનાસકાંઠા જીલ્લાના ધાનેરા પોલીસનો સ્ટાફ વાસણ ચેકપોસ્ટમાં વાહન ચેકીંગમાં હતો.

 

 

તે દરમિયાન ધાનેરા પોલીસને ખાનગી બાતમી મળતાં બાતમીના આધારે ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા વાસણ ચેકપોસ્ટ નજીકથી આઇશર ટ્રક નં. GJ-03-BV-9577 માં વિદેશી દારૂની પેટીઓ નંગ-126, બોટલ નંગ-6048 કિંમત રૂ. 5,08,032, આઇશર ટ્રક કિંમત રૂ. 7,00,000, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ. 5,500 મળી કુલ કિંમત રૂ.12,13,532 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

 

જ્યારે નરપતસિંહ સ/ઓ થાનસિંહ ગુમાનસિંહ રાજપૂત (રહે. રેવતડા, તા. સાયલા, જી.જાલોર-રાજસ્થાન) અને રતનસિંહ સ/ઓ માધુસિંહ જોગસિંહ રાજપૂત (રહે. સામરાણી, તા. રાણીવાડા, જી.જાલોર-રાજસ્થાન) વાળાને ઝડપી પાડયા હતા. આ અંગે ધાનેરા પોલીસે બે શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share