ડીસા તાલુકા પોલીસે બનાસ નદીના પટમાં 136 પામોલીન તેલના ડબ્બાનો નાશ કર્યો

Share

 

ડીસા તાલુકા પોલીસે 5 વર્ષ અગાઉ અખાદ્ય પામોલીન તેલ કુલ 136 ડબ્બાનો જથ્થો જપ્ત કર્યો હતો. જે જપ્ત કરેલા જથ્થાને મે. એક્ઝીક્યુટીવ ઓફીસ અને નિવાસી અધિક કલેક્ટર-પાલનપુર તા.30/06/2017 ના રોજ નાશ કરવા કરેલ હુકમના આધારે ડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા તા. 12/10/2017 અખાદ્ય તેલના ડબ્બાના જથ્થાનો નાશ કરવા કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો.

 

 

પરંતુ ડીસા તાલુકા પોલીસે સમય સંજોગોના કારણે મુદ્દામાલનો નાશ કર્યો ન હતો અને જપ્ત કરેલો મુદ્દામાલ ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂક્યો હતો. આ અંગેની જાણ જીલ્લા પોલીસ વડા અને ડીસા નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ, ડીસા તાલુકા પોલીસ સ્ટેશનમાં 2012 માં જમા લીધેલો 136 પેક બંધ અખાદ્ય પામોલીન તેલનો

 

 

મુદ્દામાલ નાશ કરવા અંગે જણાવતાં જે બાદ ડીસા તાલુકા પોલીસના પી.આઇ. એમ.જે. ચૌધરીની સુચના મુજબ, બુધવારે કુલ 136 ડબ્બા અખાદ્ય પામોલીન તેલના જથ્થાને ડીસાની બનાસ નદીના ખુલ્લા વિસ્તારમાં લઇ જઇ જે.સી.બી. મશીનથી તમામ ડબ્બાઓને તોડી અને અખાદ્ય પામોલીન તેલ ઢોળીને નાશ કરાયો હતો.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share