ડીસાના ઝવેરીનગર પ્રાથમિક શાળામાં આજુબાજુના બાળકો સી.સી.ટી.વી. કેમેરા સહીતની ચીજ વસ્તુઓની તોડફોડ કરતાં પોલીસ મથકમાં ફરિયાદ કરાઇ

Share

શાળાને વિદ્યાનું મંદિર માનવામાં આવે છે. પરંતુ કેટલાંક ટીખલખોર બાળકો આ મંદિરને પણ નુકશાન પહોંચાડવાની હરકતો કરતાં હોય છે. આવી જ હરકત ડીસાની ઝવેરીનગર પ્રાથમિક શાળાના બાળકોએ કરી છે.

શાળામાં રજાના દિવસે કોટ કૂદીને પ્રવેશ કરીને શાળાની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરા તોડીને નુકશાન પહોંચાડ્યું છે. જેથી શાળાના સંચાલકોએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઇ છે.

 

ડીસાના રીજમેન્ટ વિસ્તારમાં આવેલી ઝવેરીનગર પ્રાથમિક શાળામાં એક અજીબ ગરીબ કિસ્સો સામે આવ્યો છે. આ શાળામાં અભ્યાસ કરતાં પાંચેક બાળકોએ શાળામાં રજાના દિવસે દીવાલ કૂદીને પ્રવેશ કરીને શાળાની સુરક્ષા માટે લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરા તોડી નાખ્યા છે.

બાળકોએ શાળામાં રવિવારના દિવસે દીવાલ કૂદીને પ્રવેશ કરીને આ હરકતને અંજામ આપ્યો છે. જેમાં એક બાળક સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયો છે.

આ ઉપરાંત આ બાળકો દ્વારા શાળાના નળ પણ તોડી દેવામાં આવતાં હોવાનું શાળાના આચાર્ય જણાવી રહ્યા છે. આ ઘટનાને પગલે શાળાના આચાર્ય ડી.કે. ગૌસ્વામીએ લેખિતમાં પોલીસ ફરિયાદ કરી છે.

 

 

આચાર્યએ નુકશાન કરનાર બાળકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

 

From – Banaskantha Update

 


Share