ડીસાની આદર્શ હાઇસ્કૂલમાં 50 થી વધુ બાળકોને વિધારંભ સંસ્કાર સાથે શાળામાં પ્રવેશ અપાયો

Share

ભારતીય સંસ્કૃતિમાં દરેક કામની શરૂઆત ધાર્મિક રીત-રીવાજ સાથે કરવામાં આવે છે. તેવી જ રીતે જીવનમાં સહુથી મહત્વ માનવામાં આવતાં અભ્યાસની પણ ધાર્મિક માનવામાં આવતાં વિધારંભના સંસ્કાર સાથે સદીઓથી કરવામાં આવે છે.

 

ત્યારે બુધવારે ડીસાની સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઇસ્કૂલમાં 50 થી વધુ બાળકોને વિધારંભ સંસ્કાર સાથે શાળામાં પ્રવેશ અપાયો હતો.

 

 

આપના પ્રાચીન શાસ્ત્રોમાં લખેલું છે કે, દરેક શુભ કાર્યની શરૂઆત કરતાં પહેલાં ધાર્મિક વિધી કરવામાં આવે છે. તેવી જ રીતે જીવનમાં સહુથી વધુ મહત્વ જેનું છે તે અભ્યાસની પ્રવૃતિ પણ ધાર્મિક વિધી મુજબ કરવામાં આવે છે.

 

શાસ્ત્રો મુજબ બાળક જ્યારે ચાર વર્ષ, ચાર માસ અને ચાર દિવસનું થાય ત્યારે જ તેને વિધારંભ સંસ્કાર પ્રદાન કરવામાં આવે છે અને વિધારંભ સંસ્કાર બાદ બાળકનો અભ્યાસક્રમ શરૂ થતો હોય છે.

 

 

આ સંસ્કાર ગ્રહણ કર્યાં બાદ બાળકો અભ્યાસમાં તેજસ્વી બને છે અને માનસિક વિકાસ ઘણો જ વધારે થાય છે. ત્યારે ડીસામાં આવેલી સંસ્કાર મંડળ સંચાલિત આદર્શ હાઇસ્કૂલમાં બુધવારે બાળકોને પ્રાચીન વિધી મુજબ વિધારંભ સંસ્કાર આપવામાં આવ્યા હતા. એક સાથે 50 જેટલાં બાળકોને વિધારંભ સંસ્કાર અપાયા હતા અને બાળકોએ પણ સંસ્કાર ગ્રહણ કરીને અભ્યાસની શરૂઆત કરી હતી.

 

હીન્દુ સંસ્કૃતિમાં જીવનથી મરણ સુધી 16 સંસ્કારનું મહત્વ રહેલું હોય છે. વિધારંભ સંસ્કાર પણ આ 16 સંસ્કાર પૈકીના એક છે. પ્રાચીન સમયમાં જ્યારે ગુરૂકુળમાં બાળકો અભ્યાસ કરવા માટે જતા હતા.

ત્યારે પણ બાળકોને વિધારંભ સંસ્કાર આપવામાં આવતા હતા. પરંતુ સમય પ્રમાણે આ સંસ્કારો ભૂલાવવા માંડ્યા હતા. ત્યારે ભારતીય સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવાના હેતુથી સંસ્કાર મંડળ સંચાલિત ડીસા આદર્શ હાઇસ્કૂલ દ્વારા બુધવારે પણ પ્રાચીન ધાર્મિક રીત-રીવાજો જાળવી રાખવામાં આવ્યા છે કે, જેથી આવનારી પેઢી ભૂલાતી જતી હીન્દુ સંસ્કૃતિ વિશે જાણકાર બની શકે છે.

 

From – Banaskantha Update


Share