ડીસામાં હડકાયા શ્વાનથી સાવધાન : શ્વાને મચાવ્યો આતંક, 15થી વધુ લોકોને બચકાં ભરી ઘાયલ કર્યા

Share

ડીસા શહેરમાં શ્વાને અનેક લોકો તેમજ પશુઓને બચકા ભર્યાં હોવાની ઘટના સામે આવી છે. ડીસા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં 15 થી વધુ લોકોને શ્વાને બચકાં ભરતાં લોકો ઘાયલ થયા હતા. સારવાર માટે ડીસા સિવિલ ખાતે ખસેડાયા હતા.

 

 

 

બનાસકાંઠા જીલ્લામાં અનેકવાર શ્વાન દ્વારા અનેક લોકોને બચકાં ભર્યાં હોવાની ઘટના સામે આવતી હોય છે. તો બીજી તરફ શ્વાનના આતંકથી લોકોએ અનેકવાર નગરપાલિકા રજૂઆત કરવામાં આવી છે.

 

પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. બુધવારે ફરી ડીસા શહેરમાં આવેલ ભણશાલી રોડ, કચ્છી કોલોની, ચંદ્રલોક રોડ વિસ્તારમાં હડકાયા શ્વાને અનેક રાહદારી બાળકો તેમજ લોકો જતાં બાઇક પર સવાર સહીત 15 થી વધુ લોકો તેમજ પશુઓને બચકાં ભર્યાં હતા.

હડકાયા શ્વાને ભરેલા બચકાંથી ઘાયલ લોકોને તાત્કાલીક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ડીસા શહેરમાં અનેકવાર હડકાયા શ્વાન તેમજ રખડતાં ઢોરના આતંકની અનેકવાર લોકો ઘાયલ થતાં હોય છે.

 

 

અનેક લોકો મોતને ભેટી ચૂક્યા છે. અનેકવાર ડીસા શહેરના લોકોએ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ નગરપાલિકા દ્વારા શ્વાનની સંખ્યામાં નિયંત્રણ માટે ખશીકરણ કરવા માટે પણ આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

જેથી લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે કે, તાત્કાલીક ધોરણે નગરપાલિકા રખડતાં ઢોર તેમજ હડકાયા શ્વાને આતંકને નિયંત્રણ લાવવા માટે ઝડપી યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવે તેવી લોકોમાં ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

ડીસા શહેરમાં અનેકવાર હડકાયા શ્વાનોના કારણે અનેક લોકો ઘાયલ થયાના બનાવો પણ સામે આવતાં હોય છે. પરંતુ આજ દિન સુધી નગરપાલિકાના કર્મચારી દ્વારા પકડવાની કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

 

તો શું નગરપાલિકાના કર્મચારીઓ આવા હડકાયા થતાં શ્વાનોને પકડવા કોઇ કાર્યવાહી કરશે કે પછી આવી જ રીતે લોકો હડકાયા શ્વાનોના ભોગ બનશે.

 

From – Banaskantha Update


Share