જૂનાડીસાના યુ ટ્યૂબ ચેનલના પત્રકારે તબીબ પાસેથી રૂ. 25,000 ની ખંડણી માંગતાં ચકચાર

Share

 

ડીસા તાલુકાના જૂનાડીસા ગામના યુ ટ્યૂબ ચેનલના પત્રકારે તબીબને બ્લકે મેઇલ કરી રૂ. 25,000 ની ખંડણી માંગતાં ચકચાર મચી ગઇ છે. જયારે ફોટા અને વિડીયો ચેનલ ઉપર પ્રસારીત કરતાં આ અંગે તબીબે પત્રકાર સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જૂનાડીસા ગામના જી-નાઇન યુ ટ્યૂબના પત્રકાર મુસામીયા હયાતખાન ચાવડાએ બી. એ. એમ. એસ. તબીબ રાકેશકુમાર સુરેશભાઇ પટેલના ક્લીનીકમાં જઇ ફોટા અને વિડીયો ઉતારી તમારી ડીગ્રીનું પ્રમાણપત્ર બતાવો તેમ કહી જો સેટલમેન્ટમાં બેસવું હોય તો આવી જજો નહીતર જી-નાઇનમાં તમારો વિડીયો આવી જશે.

 

 

 

તેમ કહી રૂ. 2800 અને રૂ. 5000 એમ કહી રૂ. 7800 બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા. આ બનાવને લઇ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે અને ફોટા તેમજ વિડીયો ચેનલ ઉપર પ્રસારીત કરી તબીબ તરીકેની ઇમેજ ખરડી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે પત્રકાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share