ડીસાના સોયલા ગ્રામ પંચાયતમાં સરપંચની બોડી બિનહરીફ થતાં સ્વાગત કરાયું

Share

ડીસા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે ડીસા તાલુકાના સોયલા ગ્રામ પંચાયતની આખી બોડી બિનહરીફ થતાં ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

બનાસકાંઠા જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે અને જેમાં ડીસા તાલુકામાં 84 ગ્રામ પંચાયતોની જનરલ ચૂંટણી અને 8 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી યોજવા જઇ રહી છે.

 

advt

 

 

જેમાં ડીસા તાલુકાના સોયલા ગામમાં 842 મતદાન ધરાવતું ગામમાં સરપંચ તરીકે મીઠીબેન નારણભાઇ જોષી અને ડેપ્યુટી સરપંચ તરીકે પરસોત્તમભાઇ મહાદેવભાઇ જોષી તેમજ સભ્યો મંગળવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે સોયલા ગ્રામ પંચાયત આખે આખી બોડી બિનહરીફ થઇ હતી.

 

 

બિનહરીફ થતાં ડીસા મામલતદારમાં આખી બોડીને ફૂલહાર પહેરાવી તેમનું સ્વાગત કરાયું હતું. જ્યારે સરપંચ તરીકે મીઠીબેન નારણભાઇ જોષીએ તમામ સોયલા ગામના લોકોને ખાત્રી આપી હતી કે, ‘ગામમાં જે લોકોની સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવાની બાંહેધરી આપી છે અને સોયલા ગામને વિકાસના પંથે લઇ જઇશ તેવી ખાત્રી આપી છે.’

 

From – Banaskantha Update


Share