પાલનપુર જગાણા હાઇવે પરથી પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર

Share

પાલનપુર તાલુકા પોલીસ અને એલ.સી.બી.એ આરોપીની શોધખોળ હાથ ધરી

રાજસ્થાનના ગુલાબ ગંજમાં રહેતાં અરવિંદસિંહ રાઠોડ લૂંટ, પોલીસ પર ફાયરિંગ અને ધાડ જેવા ગંભીર ગુનાનો આરોપીને મંગળવારે હિંમતનગરની પોલીસ પાલનપુરમાં કોર્ટમાં મુદ્દત માટે લવાયો હતો.

 

પાલનપુરના જગાણા હાઇવે પર આવેલી એક ખાનગી હોટલ નજીકથી હિંમતનગર પોલીસના જાપ્તામાંથી અરવિંદસિંહ રાઠોડ ફરાર થઇ જતાં પાલનપુર એલ.સી.બી. પોલીસ અને પાલનપુર તાલુકા પોલીસ ગંભીર ગુનાના અરવિંદસિંહ રાઠોડને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

 

From – Banaskantha Update

 

 


Share