કડીની નર્મદા કેનાલમાં કાર પલ્ટી મારતાં 2નાં મોત

Share

કડી તાલુકાના કલ્યાણપુરા ગામ તરફ જતી કાર નર્મદા કેનાલમાં ખાબકતાં કારમાં સવાર 2 જણાના મોત થયાં હતાં. અકસ્માત ગ્રસ્ત કારમાંથી રૂ. 89,200નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. રવિવારે રાત્રે 11 વાગે કડી તાલુકાના અગોલ નજીક આવેલા સૂર્યમફાર્મ પાસેથી પસાર થઇ રહેલી સ્વિફ્ટ કાર GJ-05-JL-3761પલ્ટી ખાઇ નરસિંહપુરા બ્રાન્ચ કેનાલમાં ખાબકી હતી. જેમાં કાર ચાલકનું મોત થયું હતું.

 

આ બનાવની જાણ થતાં બાવલુ પી.એસ.આઇ. એ.એન. દેસાઈ સ્ટાફ સાથે પહોંચી ડ્રાઇવરની લાશ બહાર કાઢી પી.એમ. માટે કલ્યાણપુરા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે સોમવારે સવારે કેનાલમાંથી બીજી લાશ મળી હતી.

advt

પોલીસે કારને બહાર કાઢી તપાસ કરતાં અંદરથી રૂ. 89,200 નો દારૂ મળ્યો હતો. પોલીસે મૃતકોની ઓળખ કરતાં રાજસ્થાનના ઝાલોર તાલુકાનો હરણઆયનો 5 વર્ષિય બિસ્નોઈ સુનિલ મોહનલાલ અને બાડમેરના બાલાસર ગુડામાલાણીનો બિસ્નોઈ સતીશ રાજુભાઈ હોવાનું ખૂલ્યું હતું.

 

From – Banaskantha Update


Share