અમીરગઢમાં કપીરાજને કરંટ લાગતાં જીવદયા પ્રેમીઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી જીવ બચાવ્યો

Share

અમીરગઢ રેલવેસ્ટેશન નજીક પસાર થતી હેવી વીજ લાઇન પર કપીરાજની પૂંછડી અડી જતાં કપીરાજને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતાં કપીરાજની અડધી પૂંછડી બળી ગઇ હતી અને પીઠના ભાગ સુધીના વાળ પણ બળી ગયા હતા. જ્યારે જીવદયા પ્રેમીઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં કપીરાજનો જીવ બચવાયો હતો.

 

કરંટના કારણે કપીરાજન ઊંચાઈથી એકાએક નીચે પટકાઈ ગયા હતા. અબોલ પ્રાણી અને પશુનું દુઃખ કોણ સમજે ત્યારે ત્યાંથી પસાર થતાં પ્રાણીપેમી લોકોએ આ ઘટના જોતાં કપીરાજને ઉંચીકીને બીજી જગ્યાએ લાવી બેસવાડવામાં આવ્યા હતા.

 

એકઠાં થયેલા લોકોએ તાત્કાલીક ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટર વિભાગની ટીમ દ્રારા કપીરાજને અમીરગઢ પશુ દવાખાને કાપીરાજને લાવી સારવાર આપતાં થોડાં સમયમાં જ કપીરાજની તબિયતમાં સુધારો આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share