ડીસામાં રોટરી ક્લબના સહયોગથી 80 વર્ષના વૃધ્ધાને નવી જીંદગી મળી

Share

ડીસામાં રોટરી ક્લબ રોટેરીયન ડો. ડીકેશભાઇ ગોહીલની માનદ સેવાથી મોતીયાના તદ્દન ફ્રી ઓપરેશન કરવામાં આવે છે. જેમાં સારી ક્વોલિટીનો લેન્સ નાખવામાં આવે છે. જે અંતર્ગત સ્પોર્ટ્‌સ ક્લબ-ડીસાના નહેરૂનગર વિસ્તારમાં રહેતાં રૂખીબેન ઠાકોરનું મોતીયાનું સફળ ઓપરેશન સોમવારે કરાયું હતું.

 

આ ઓપરેશનની વિશેષતા એ હતી કે, ‘રૂખીબેનને ડાયાબીટીસની પણ બીમારી હતી. જેમની તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ રો. ડો.બળવંતભાઇ પંચાલ દ્વારા કરી ડાયાબિટીસ કંટ્રોલ કરાયું હતું. ત્યારબાદ સફળ ઓપરેશન ડો.ડીકેશભાઇ ગોહીલે કર્યું હતું.

 

 

આ પ્રોજેક્ટ છેલ્લા ૩ વર્ષથી રો. પ્રવિણભાઇ વ્યાસના સહયોગથી ચલાવવામાં આવે છે. જેમાં લેબોરેટરીની સેવા ગાયત્રી લેબના રો.નટુભાઇ પટેલ દ્વારા આપવામાં આવે છે. જ્યારે રોટરીયન મિત્રોના સહીયારા પ્રયાસથી રૂખીબાને નવી દ્રષ્ટિ મળી હતી.’

 

From – Banaskantha Update


Share