દિયોદરમાં એલ.સી.બી. પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો : કારનો ચાલક ફરાર

Share

દિયોદરમાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ મંગળવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દારૂ ભરીને સ્વીફ્ટ કાર પસાર થવાની છે તેવી ખાનગી બાતમી મળતાં એલ.સી.બી. પોલીસે જાલોઢા રોડ પર વોચ ગોઠવી હતી.

 

તે દરમિયાન સ્વીફ્ટ કારનો પીછો કરતાં માનપુરા પાટીયા નજીકથી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી. જેમાં પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ-523 અને સ્વીફ્ટ કાર મળી કુલ કિંમત રૂ. 4,21,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે દિયોદર પોલીસે કારના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી વચ્ચે દારૂ ઝડપાતાં અનેક અટકળો બનાસકાંઠા જીલ્લામાં ચાલી રહી છે. ત્યારે દિયોદરમાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસ મંગળવારે પેટ્રોલિંગમાં હતી.

 

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વાસણા તરફ એક સ્વીફટ કાર નં. GJ-02-BP-7764 માં વિદેશી દારૂ ભરી જાલોઢા પાટીયા તરફ આવનાર છે.

 

જે ખાનગી બાતમીના આધારે જાલોઢા રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સ્વીફ્ટ કારનો પીછો કરતાં માનપુરા પાટીયા નજીક સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી.

 

જેમાં વિદેશી દારૂની બોટલ નંગ-523 કિંમત રૂ. 1,21,300 અને સ્વીફ્ટ કાર કિંમત રૂ. 3,00,000 કુલ કિંમત રૂ. 4,21,300 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

જ્યારે કારનો ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. આ અંગે દિયોદર પોલીસે કારના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share