ડીસા અને ગ્રામ્યમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને સમયસર બસ ન મળતાં મેનેજરને રજૂઆત કરાઇ

Share

ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી અવર-જવર કરતાં શાળાના વિદ્યાર્થીઓ અને કોલેજના વિદ્યાર્થીઓ રોજેરોજ બસ મારફતે મુસાફરી કરતાં હોય છે. પરંતુ ડીસાના બસ સ્ટેશન દ્વારા અનેક રૂટનું કોઇ આયોજન હોતું નથી.

જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓ રોજેરોજ હેરાન-પરેશાન થતાં હોય છે. ત્યારે મંગળવારે 60થી 70 જેટલાં મુસાફરોને બસ સમયસર ન આવતાં અટવાયા હતા. જ્યારે ડીસાના નવા બસ સ્ટેશનમાં ચાર વાગ્યાથી શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો બસની રાહ જોઈ બેઠા હતા.

જેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ અંગે ડીસાના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે, ‘મંગળવારે તમારી બસ કેન્સલ છે અને સાંજે આવશે. જેથી વિદ્યાર્થીઓ અને મુસાફરોએ સમયસર બસ આવે તે માટે રજૂઆત કરી હતી.’

 

From – Banaskantha Update


Share