પાલનપુરમાં ટ્રાફિકના પ્રશ્નનો ઉકેલ ના આવતાં નાગરિકોએ પ્રતીક ઉપવાસ પર બેસવા કલેકટર પાસે મંજૂરી માંગી

Share

બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન પેચીદો બની ગયો છે છેલ્લા ઘણા સમયથી પાલનપુરમાં પ્રવેશવાના મુખ્ય એરોમા સર્કલ તેમજ હનુમાન ટેકરી અને ગઠામણ પાટીયા વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે કલાકો સુધી ટ્રાફીકમાં ફસાતા વાહન ચાલકો માટે પણ ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે શહેરના નાગરિકો તેમજ પાલનપુર શહેરમાં આવતા ગામડાના લોકો છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

જોકે, હવે અકળાયેલા નાગરિકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે ત્યારે આજરોજ નિસ્વાર્થ સેવા સંગઠનની આગેવાનીમાં કલેકટરને રજૂઆત કરાઈ છે જેમા અગાઉ રજૂઆત છતાં પણ ટ્રાફિકનાં પ્રશ્નનો ઉકેલ ન આવતા આગામી તારીખ 13 ડિસેમ્બરના રોજ પ્રતિક ઉપવાસ પર બેસવાની નિસ્વાર્થ સેવા સંગઠન તેમજ શહેરના નાગરિકોએ મંજૂરી માગી છે.

અગાઉ પણ તારીખ 23 નવેમ્બરના રોજ મીટીંગમાં ટ્રાફિકથી લોકોને પડતી હાલાંકી મુદ્દે રજૂઆત કરાઈ હતી પરંતુ આજદિન સુધી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અસરકારક પગલાં ના લેવાતાં પ્રતિક ઉપવાસનું હથિયાર ઉગામી તંત્રને જગાડવા સાથે સમસ્યાનું નિવારણ લાવવા માટે કરીને શહેરના નાગરિકોએ હવે તૈયારી બતાવી છે.

 

 

From – Banaskantha Update


Share