ભીલડી પોલીસે ચોરીના ત્રણ મોટર સાઇકલ સાથે એક શખ્સની અટકાયત કરાઇ

Share

 

ભીલડી પોલીસનો સ્ટાફ નેસડાથી સોયલા રોડ પર વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન એક મોટર સાઇકલના ચાલક શંકાસ્પદ જણાતાં તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં મોટર સાઇકલ ચોરીનું હોવાનું કબૂલ્યું હતું. જે બાદ ભીલડી પોલીસે વધુ પૂછપરછમાં તેની પાસેથી કુલ ત્રણ મોટર સાઇકલ જપ્ત કર્યાં હતા. આ અંગે ભીલડી પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં વાહન ચોરીની ગેંગ સક્રીય થઇ છે અને એક પછી એક વાહનોની ઉઠાંતરી કરી રહી છે. તો બીજી તરફ બનાસકાંઠા જીલ્લાની પોલીસ વાહન ઉઠાંતરી કરતી ગેંગને વાહન સાથે ઝડપી રહી છે. ત્યારે મંગળવારે ડીસા તાલુકાના ભીલડીમાં ભીલડી પોલીસનો સ્ટાફ નેસડાથી સોયલા રોડ પર વાહન ચેકીંગ કરી રહી હતી.

 

તે દરમિયાન એક મોટર સાઇકલ ચાલક શંકાસ્પદ જણાતાં ભીલડી પોલીસના સ્ટાફે રોકાવી એનું નામ પૂછતાં મોટર સાઇકલના ચાલકે તેનું નામ વિષ્ણુભાઇ બળવંતભાઇ દેવીપૂજક (ઉં.વ. આ. 22) (રહે. સાંડીયા, તા. ડીસા) વાળો હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસ દ્વારા મોટર સાઇકલના ચાલક પાસે મોટર સાઇકલના કાગળો માંગતાં પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યું હતું.

 

જો કે, પોલીસે વધુ પૂછપરછ કરતાં વિષ્ણુભાઇ દેવીપૂજક મોટર સાઇકલ લોરવાડાથી અને બીજા બે મોટર સાઇકલ તેને 15 દિવસ અગાઉ દિયોદર ટાઉનમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું છે અને તે મોટર સાઇકલ વેચવાના ઇરાદે છૂપાવેલા રાખ્યા હોવાનું પણ જણાવ્યું હતું. જે બાદ પોલીસે ત્રણ મોટર સાઇકલ જપ્ત કર્યાં હતા. આ અંગે ભીલડી પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha upadate

 

 

 


Share