ભાભરના ખેડૂતોએ કેનાલ કપાતનું પુરતુ વળતર નહીં મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી

Share

ભાભર તાલુકાના ઇન્દરવા જુના ગામના ખેડૂતોએ કચ્છ બ્રાન્ચ કેનાલમાં કપાતમાં ગયેલ વધારાની જમીન અને કટાવ માઇનોર કેનાલ કપાતમાં ગયેલ જમીનનું પૂરેપૂરું વળતર મળે તે માટે સોમવારે સુઇગામ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને જો પૂરેપૂરું વળતર નહીં અપાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી આપી હતી. ભાભરના ઇન્દરવા જુના ગામના ખેડૂતોને ગામ નજીકથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાં વધારાની થયેલ સંપાદિત જમીનનું પૂરું વળતર મળેલ નથી.

 

જે કપાત જમીનનું પૂરેપૂરું વળતર ચૂકવાય તેમજ કટાવ માઇનોર કેનાલમાં ચૂકવાયેલ અપૂરતું વળતર ચૂકવાય તે માટે રજુઆત કરી હતી. ઉપરાંત કોર્ટના બદલે નર્મદા નિગમના અધિકારીઓના હસ્તે કેનાલ કપાત ના વળતરના ચેક અયાય તે માટે રજુઆત કરી હતી.

આ અંગે ઇન્દરવા જુના ગામના ખેડૂતોએ સુઇગામ પ્રાંત કચેરીએ આવી શિરસ્તેદારને લેખિત આવેદનપત્ર આપી રજુઆત કરી હતી અને સાથે કેનાલ કપાતનું વળતર નહિ ચૂકવાય તો ગાંધીચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

 

From – Banaskantha Update


Share