ડીસાના ભોયણ નજીકથી એલ.સી.બી. પોલીસે જુગાર રમતાં 7 શખ્સોને ઝડપ્યા

Share

 

પાલનપુર એલ.સી.બી. પોલીસ ડીસાના ભોયણ ગામ નજીક સોમવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે જુગાર રમતાં 7 શખ્સોને ઝડપી પાડયા છે. જેમાં પોલીસે રૂ. 41,940 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ડીસા તાલુકા પોલીસે 7 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસની ટીમ ડીસાના ભોયણ નજીક સોમવારે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભોયણ ગામમાં આવેલ ઠાકોરવાસમાં કેટલાંક શખ્સો જાહેરમાં બાવળના ઝાડ નીચે ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની ખાનગી બાતમી મળતાં બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે ભોયણ ગામના ઠાકોરવાસમાં રેડ કરતાં કેટલાંક શખ્સો ગોળ કુંડાળું કરીને બેઠા હતા તે તમામને કોર્ડન કરી ઝડપી પાડયા હતા.

 

 

જ્યારે પોલીસે રોકડ રકમ રૂ. 25,490, ગંજીપાના નંગ-52 અને મોબાઇલ ફોન-5 કિંમત રૂ. 16,000 કુલ રૂ. 41,940 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે 7 શખ્સો સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઝડપાયેલા શખ્સોના નામ

(1) જયેશભાઇ પીરાભાઇ મજીયાતર (વાલ્મિકી) (રહે.ભોયણ, ડીસા)
(2) જગદીશભાઇ અનારજી ખોડલીયા (ઠાકોર) (રહે.ભોયણ, ડીસા)
(3) ફુલાજી તરસંગજી ભુનેચા (ઠાકોર) (રહે.ભોયણ, ડીસા)
(4) રવિભાઇ મણાભાઇ મજીયાતર (વાલ્મિકી) (રહે.ભોયણ, ડીસા)
(5) પ્રવિણજી ચતુરજી કોટડીયા (ઠાકોર) (રહે. ચંડીસર, પાલનપુર)
(6) મહેશજી જવાનજી ઠાકોર (રહે.ભોયણ, ડીસા)
(7) શ્રવણજી ધારજીજી ઠાકોર (રહે.ભોયણ, ડીસા)

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share