ખેરાલુમાં બે યુવાનો ટ્રેલર વચ્ચે ફાઇને વેટમિક્ષના ઢગલામાં દટાઇ જતાં ઘટનાસ્થળે જ મોત : બેકાબૂ ટ્રેલર પલટતાં 3 યુવાનોનાં મોત

Share

પાલનપુરના દેલવાડાથી વેટમિક્ષ ભગરી વણાકબોરી જઇએ રહેલું ટ્રેલર ખેરાલુની દૂધ શીત કેન્દ્ર આગળ પલ્ટી જતાં સામેથી આવી રહેલાં બાઇક પર સવાર બે યુવાનો ટ્રેલર વચ્ચે ફાઇને વેટમિક્ષના ઢગલામાં દટાઇ જતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ટ્રેલરની હડફેટ આવી જતાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે વડનગર રીફર કરાયા હતા. જેમાં એક યુવાને રસ્તામાં જ દમ તોડયો હોવાનું જાણવા મળ્યું છે.

 

 

 

પાલનપુરના આશિષ ટ્રાન્સપોર્ટમાં ટ્રેલરનં. GJ-02-U-0686 વેટમિક્ષ ભરીને રવિવારે સાંજે દેલવાડાથી વણાકબોરી જાવા નીકળ્યું હતું. અકસ્માત નજરે જોનારા દૂધ શીત કેન્દ્ર આગળ આવેલા સહયોગ પાર્કરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, સામેની સાઇડે એક આઇ વા ઉભો હતો અને તેની નજીક વિસનગર તરફ જતાં મુસાફરો ઉભા હતા. ત્યારે પાલનપુર તરફથી આવી રહેલાં ટ્રેલરને બ્રેક નહીં લાગતાં ચાલકે અકસ્માત નિવારવા રોંગ સાઇડે હંકારતા સામેથી આવતું બાઇકનં.GJ-27-A-6909 ટ્રેલર અને ચાલકની કેબિન વચ્ચે ફસાઇ જતાં ટ્રેલર ચાલક ગભરાઇ ગયો હતો અને પાછળનું વ્હીલ ડીવાઇડર ઉપર ચડી જતાં ટ્રેલર પલ્ટી ખાઇ ગયું હતું.

 

 

 

આ દુર્ઘટનામાં બાઇક સવાર વિસનગર કાંઠાના ગણેશપુરામાં રહેતાં કપીલકુમાર ભીખાભાઇ પટેલ અને અમરતભાઇ અંબાલાલ પટેલ ટ્રેલરમાંથી વપરાયેલી વેટમિક્ષમાં દટાઇ જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઢગલો ઉલેચાતો બંને યુવાનો મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે ટ્રેલર પીટ્યું ત્યારે સંબંધીઓને લેવા આવેલો સુંઢિયાના સોઢુપુરાનો જીગર જુગાજી ઠાકોર ટ્રેલરની હડફેટ આવી જતાં તેનો જમણ પગ કપાઇ ગયો હતો. તેની સાથે નજીકમાં ઉભેલા એક અજાણ્યા યુવાનને પણ જમણા પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંનેને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાંથી વડનગર રીફર કરાયા હતા.

 

 

 

વડનગર સિવિલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઘાયલ બે પૈકી અજાણ્યા યુવાનોનુ વડનગર પહોંચતાં પૂર્વે રસ્તામાં મોત થયું હતું. જ્યારે સુખડિયાના યુવાનને વડનગર થી મહેસાણા રીફર કરાયો હતો. આ મામલે પોલીસે સ્થળ પર મરણ ગયેલા બંને યુવાનોની ઓળખ મેળવી લાશનું પી.એમ. કરાવી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હોઇ પોલીસે ટ્રાન્સપૉર્ટ માલિકીનો સંપર્ક સાધની ચાલકની શોધખોળ હાથ ધરી છે.

 

 

 

કમનસીબ મૃતકો
1. કપીલ ભીખાભાઇ પટેલ (રહે.ગણેશપુરા કાંસા, તા.વિસનગર)
2. અમરત અંબાલાલ પટેલ (રહે.ગણેશપુરા કાંસા, તા.વિસનગર)
3. અજાણ્યો યુવાન

 

From – Banaskantha Update


Share