ઇકબાલગઢ પુલ નજીકથી દારૂની 200 પેટી સાથે રૂ. 17.83 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો : 3ની અટકાયત

Share

બનાસકાંઠા અમીરગઢ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇકબાલગઢ પુલ પાસેથી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી હતી. જેમાં પોલીસે ટ્રક ચાલક સહીત ત્રણની અટકાયત કરી કુલ રૂ.17.83 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આગળ તપાસ હાથ ધરી હતી.

 

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસે એક આઇસર ટ્રક દારૂ ભરીને પાલનપુર તરફ જવાની છે. એ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન ઈકબાલગઢ પુલ નજીક નાકાબંધી કરતાં આઇસર ટ્રકને ઝડપી પાડી હતી.

advt

 

 

જેની સઘન તપાસ કરાતાં દારૂની 200 પેટી સહીત કુલ 2400 બોટલ ઝડપી પડાઈ હતી. જેની કિંમત રૂ. 9 લાખ 60 હજાર હોવાનું મનાય છે. જેના સહીત કુલ રૂ. 17 લાખ 83 હજાર 710 નો મુદ્દામાલ કબજે લઇ ચાલક સહીત ત્રણની અટકાયત કરી અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share