નશામાં મહિલાને હેરાન કરતા દારૂડિયાને ચખાડયો મેથીપાક : સાપ્તાહિકના તંત્રીનો ધુલાઈનો વિડીઓ થયો વાઈરલ

Share

વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં એક સાપ્તાહિકના તંત્રી દારૂના નશામાં મહીલાનો ફોટો પાડી કનડગત કરી રહ્યો હતો. જેથી મહીલાએ પ્રતિકાર કરી બૂમાબૂમ કરતાં સ્થાનિક યુવકો દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકો-મહીલાઓએ તેને મેથીપાક ચખાડયો હતો. દારૂના નશામાં મસ્ત બનેલા ઈસમને સેલવાસ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે ઈસમ વિરુદ્ધ મહીલાની એફ.આઇ.આર. નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો. આ ઘટનાને લઈ સેલવાસ પંથકમાં ચકચાર મચી છે.

 

વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સેલવાસમાં એક સાપ્તાહિકના તંત્રી એસ.ટી. કુમાર દારૂના નશામાં ત્યાંથી પસાર થતી એક મહીલાનો મોબાઈલમાં ફોટો પાડી કનડગત કરી રહ્યો હતો. એને લઈ જાગ્રત મહીલાએ મોબાઈલમાં ફોટો પાડવા બાબતે પ્રતિકાર કર્યો હતો. જેથી આજુબાજુના સ્થાનિક લોકો અને યુવકો મહીલાની મદદ કરવા દોડી આવ્યા હતા.

 

 

સ્થાનિકો-મહીલાએ દારૂના નશામાં ફરી રહેલા એસ.ટી. કુમારને મેથીપાક ચખાડયો હતો. મહીલાએ પણ ચપ્પલ વડે મેથીપાક ચખાડી ઈસમને સેલવાસ પોલીસના હવાલે કર્યો હતો.

 

 

પોલીસે પ્રાથમિક તપાસ કરતાં એસ.ટી. કુમાર શિવસેનાના હોદ્દા પર પણ રહી ચૂક્યો હતો અને હાલમાં સેલવાસમાં કામદાર સંગઠન ચલાવી રહ્યો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. સેલવાસ પોલીસે મહીલાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share