માતાના પ્રેમીએ યુવતીને હથોડી વડે મોતને ઘાટ ઉતારી સળગાવનાર શખ્સ ઝડપાયો

Share

મહેસાણાના બાયપાસ રોડ ઉપર એક અજાણી યુવતીની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના બાદ મહેસાણા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અને ગણતરીના કલાકોની અંદર યુવતીની હત્યાના કેસનો ભેદ ઉકેલી દીધો હતો. યુવતીની હત્યા કરનાર મૃતક યુવતીની માતાનો પ્રેમી નીકળ્યો હતો. જેણે યુવતીના માથા પર હથોડીથી વારંવાર પ્રહાર કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. અને ત્યારબાદ પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે, ગત 30 તારીખે બાયપાસ રોડ પાસે આશરે 20 વર્ષની ઉંમરની યુવતીની અર્ધબળેલી નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. નુગર ગામની સીમમાં યુવતીની લાશની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને તપાસ હાથ ધરી હતી. યુવતીની ઓળખ કરવા માટે પોલીસની એલ.સી.બી, એસ.ઓ.જી સહીતની ટીમો કામે લાગી ગઈ હતી.

advt

 

 

 

પોલીસે યુવતીની ઓળખ કરવા માટે દરેક બાજુએ કામ ચાલું કર્યું પોલીસે યુવતીના ફોટો સોશિયલ મીડીયા અને પ્રેસ મીડીયા સહીતના તમામ માધ્યમો ઉપર ફરતાં કરીને યુવતીની ઓળખ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ પોલીસે જાણવા મળ્યું હતું કે, મૃતક યુવતી સિદ્ધપુરના ભીમનગરની રહેવાસી છે. જે તા. 28/11/2021ના રોજ રાત્રે ઘરેથી નીકળી ગઈ છે પરંતુ પરત ફરી નથી.

 

 

ત્યારબાદ પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું. યુવતીનું નામ ભુમી સતેન્દ્રસીંહ જાટ છે. તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢના ખેર તાલુકાનો રહેવાસી છે. પોલીસે યુવતીની લાશનો ફોટો, ડાબા હાથની ડી લખેલી વીંટી, કાંડા ઘડિયાળ, જમણા હાથમાં પહેરેલું કડું અને બી લખેલી વીંટીના આધારે પિતાએ પુત્રીની ઓળખ કરી હતી.

 

 

આ અંગે પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરી ભુમી તા. 28/11/2021 ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે મારા મિત્ર પરેશભાઈ ઠાકોરભાઈ જોષી જે ચાણસ્મા રહે છે તેની સાથે તેની બલેનો ગાડીમાં ગઈ હતી. જે ઘરે પરત આવેલી ન હોય મારી દીકરી ભુમીને મારા મિત્ર પરેશભાઈ ઠાકોરભાઈ જોષી રહે.ચાણસ્માવાળાએ મારી નાખેલ છે તેવો મને શક છે.

 

 

તે આધારે પરેશભાઈ ઠાકોરભાઈ જોષી (રહે. હાલ ચાણસ્મા, તા.ચાણસ્મા, જી.પાટણ) વાળાને લાવી પુછપરછ કરતાં તેને ગુનાની કબુલાત કરી હતી કે હોય અને આ કામના આરોપી પરેશ એ આ કામની મરણજનારની માતા કામીની સાથે પ્રેમસંબધ હોય અને તેને કામીનીને ઘરખર્ચના પૈસા આપતો હોય તેમજ તેની છોકરી ભુમીના ખર્ચા પણ કરતો હતો.

 

 

 

પરંતુ ભુમીના ખર્ચા કરવા ન પડે તે સારું ભુમીને તા. 28/11/2021ના રોજ રાત્રિના આશરે આઠેક વાગે સિધ્ધપુર ખાતેથી તેની બલેનો ગાડીમાં મહેસાણા જવાનું કહી નીકળેલ અને નુગર બાયપાસ સર્કલ ખારી નદીના બ્રીજ નીચે અવવારું જગ્યાએ બાવળની ઝાડીમાં આ ભુમીને ગાડીમાંથી નીચે ઉતારી માથામાં લોખંડની હથોડીથી ઉપરા-ઉપરી ઘા મારી મોત નિપજાવી તેને તેના ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાની કબુલાત કરી હતી. આમ પોલીસે આરોપીની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

 

From – Banaskantha Update


Share