ડીસામાં ભૂસ્તર વિભાગનો સપાટો : બનાસનદીમાંથી રેતી ચોરી કરતા મશીન અને ડમ્પર ઝડપાયા

Share

બનાસકાંઠાના ડીસા પાસે રાણપુર બનાસનદીમાં મધરાતે રેતી ચોરી કરતા ડમ્પર અને મશીન કબ્જે કરેલ અને તાલુકા પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી.

 

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર ખાનગી રાહે દિનરાત સધન ચેકિંગ કરી ખનીજચોરી પકડવામાં આવી રહી છે ત્યારે ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની ટીમ મધરાત્રે રાણપુર ગામમાં પહોંચી હતી અને ગામની પાસેથી પસાર થતી બનાસ નદીમાંથી ટાટા મશીન અને ડમ્પરો દ્વારા રેતી ચોરી થઈ રહી હતી.

જેથી ભૂસ્તર વિભાગની ટીમે મધરાત્રે નદીમાં ચોકી રાખી અને ટ્રેકટરમાં બેસી ખનીજ ચોરી થતી હતી તે સ્થળે પહોંચેલ અને 17 ટન નદીની રેતી ભરેલ એક ડમ્પર ગાડી અને ટાટા મશીન ઝડપી પાડેલ. જોકે, બનાસનદીમાંથી બિનઅધિકૃત રીતે ખનીજ ચોરી થતી હોવાનું માલુમ પડતા ભૂસ્તર વિભાગે ડમ્પર અને ટાટા મશીનને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી અને દંડની કાર્યવાહી હાથ ધરેલ.

જોકે, આ ખનિજ ચોરી ડાવસ ગામના મુકેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા કરાતી હોવાનું માલુમ પડ્યું હતુ. ભૂસ્તર વિભાગએ હાલ ડમ્પર અને ટાટા મશીનને કબજે લઇ દંડની કાર્યવાહી હાથ ધરી છે ક્યારે ખનીજ ચોરી કરતા માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા ખનીજ ચોરી ઝડપવા તેમની ટીમને સતત રાત દિવસ દોડાવી રહ્યા છે અને સતત ભુમાફિયાઓ વોચ વચ્ચે પણ ખનીજ ચોરી ઝડપવામાં ભૂસ્તર વિભાગ સફળ રહ્યું છે. જોકે, ભૂસ્તર શાસ્ત્રીની કામગીરીથી હાલ જિલ્લામાં રેકોર્ડ બ્રેક આવક સાથે સરકારી તિજોરીમાં મોટી આવક થઈ છે.

 

 

From – Banaskantha Update


Share