ડીસા તાલુકા પંચાયતમાં નશામાં ધૂત થયેલા તાલુકા વિકાસ અધિકારીનું સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થયેલો વિડીયો ન આપવા અરજદાર સામે તરકટ રચ્યું

Share

 

બનાસકાંઠાના ડીસા તાલુકા પંચાયતમાં નશામાં ધૂત તાલુકા વિકાસ અધિકારીના નશા કરતાંનો વિડીયો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા બાદ કેમેરા બંધ કરી દેવાયા હતા અને અરજદારને સી.સી.ટી.વી. કેમેરામાં ડેટા ન હોવાનું બહાનું કાઢી ઉડતો જવાબ આપી દેવાયો હતો.

 

File Video

 

બનાસકાંઠાની ડીસા તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી ગત તા. 2 નવેમ્બરે ચેમ્બરમાં નશો કરતાં ઝડપાયા બાદ વિદ્યાર્થીઓએ તાલુકા વિકાસ અધિકારીનો સરઘસ કાઢ્યો હતો અને બાદમાં પોલીસને સોંપ્યો હતો. જો કે, તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં નશો કર્યો હોવાનું સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયું હતું અને નશા માટે બોટલ કોણ આપી ગયું હતું અને છેલ્લે બોટલ કોણ લઇ ગયું હતું.

 

File Video

 

જે તમામ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયું હતું. ત્યારે ડીસાના એક જાગૃત નાગરિકે બીજા જ દિવસે એટલે તા. 3 નવેમ્બરે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ આપવા લેખિત અરજી કરી હતી. જો કે, અરજી કર્યાંના 30 દિવસ બાદ તાલુકા વિકાસ અધિકારીએ ગળે ન ઉતરે તેવો જવાબ આપ્યો હતો અને જવાબમાં જણાવ્યું હતું કે, સી.સી.ટી.વી.કેમેરાનો સ્ટોરેજ 20 દિવસ રહે છે અને આપની અરજીને 30 દિવસ થયા છે. જેથી સી.સી.ટી.વી. કેમેરામાં મળી શકે તેમ નથી.

 

File Video

 

જ્યારે બચાવમાં એમ પણ જણાવ્યું હતું કે, ચેમ્બરમાં લોકોનું ટોળું આવી જતાં સી.સી.ટી.વી. કેમેરામાં સિગ્નલમાં ખામી સર્જાઇ છે. જેથી સી.સી.ટી.વી. કેમેરામાં મળી શકે તેમ નથી. જો કે, ઘટના બન્યાના બીજા જ દિવસે અરજી આપવા છતાં કંપનીના વ્યક્તિઓને 30 દિવસ બાદ બોલાવી સી.સી.ટી.વી. કેમેરામાં વિડીયો ન આપવાના ઇરાદે વિલંબ કર્યો હતો. જેથી અરજદારે જીલ્લા વિકાસ અધિકારી સ્વન્પીલ ખેર પાસે લેખિતમાં ફરિયાદ કરી છે અને તાલુકા વિકાસ અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે.

 

File Video

 

ડીસા તાલુકા પંચાયતમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરા લાખોના ખર્ચે નાખવામાં આવ્યા છે અને ખરા સમયે જ બંધ થઇ જાય અને રીપેર માટે એક માસ સુધી કંપનીના વ્યક્તિઓ ન આવે તે વાત ગળે ઉતરે તેમ નથી. જો કે, સમગ્ર ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ છૂપાવવા માટે વિલંબ કર્યો હતો અને અરજદારે આક્ષેપો કર્યાં હતા.

 

File Video

 

તાલુકા વિકાસ અધિકારી બી.ડી. સોલંકી તા. 2 નવેમ્બરે નશાની હાલતમાં તેમની ચેમ્બરમાંથી ઝડપાયા હતા. જો કે, નશા માટે બોટલ કોણ આપી ગયું હતું અને બાદમાં બોટલ કોણ લઇ ગયું હતું. તે સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઇ હતી. પરંતુ તાલુકા વિકાસ અધિકારીએ સી.સી.ટી.વી. કેમેરામાં ખામી સર્જાઇ હોવાનું જણાવી સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલો વિડીયો ન આપતાં સમગ્ર ઘટનાને છૂપાવવાનો કારસો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 

 


Share