પાલનપુરના એક ગામે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડતા નોંધાઇ ફરિયાદ

Share

પાલનપુર ખાતે આવેલ પટોસણ ગામે છેલ્લા ચાર વર્ષથી જમીન માલિકે ભાગિયાને ભાગેથી વાવવા માટે આપી હતી અને ભાગીયાએ ગેરકાયદેસર કબ્જો મેળવી પચાવી પડતા જમીન માલિકે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં ભુ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવાના બનાવો એક પછી એક સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક ખેતીની જમીન ગેરકાયદેસર કબ્જો લઈ પચાવી પાડવાની ઘટના સામે આવી છે. પાલનપુર તાલુકાના પટોસણ ખાતે રહેતા કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા (પટેલ) પટોસણ ગામની સીમમાં આવેલ જુના સર્વ નં.928 જેનો હાલનો નવો સર્વે નં.1248 તે જમીન કુલ હે.આરે.0-92-07 ચો. મી.માંથી હે.આરે 0-40-47 ચો.મી.(એકર-1અને ગુઠા -00)ની જૂની શરતની જમીન મણાજી પારખાનજી કોળી રહે.પટોસણ તા.પાલનપુર વાળા પાસેથી રૂ.30,000માં વેચાણ દસ્તાવેજથી રાખેલ હતી.

પ્રતીકાત્મક તસવીર

જે જમીન વેચાણ દસ્તાવેજ નં.2483/1987 તા.10/11/1987 થી વેચાણ રાખેલ હતી. ત્યારથી કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા (પટેલ) જમીનમાં સિઝન મુજબ વાવેતર કરતા હતા. છેલ્લા ચાર વર્ષથી કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા (પટેલ)ની ખરીદીની જમીન આ મણાજી પારખાનજી કોળીના ભત્રીજા જોરમલજી જકશીજી કોળી રહે.પટોસણ તા.પાલનપુર વાળાને ભાગેથી વાવવા માટે આપેલી હતી.

પ્રતીકાત્મક તસવીર

ત્યારથી જોરમલજી જકશીજી કોળીએ જમીન ઉપર કબ્જો કરી લીધેલ અને કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા (પટેલ)ને ખેતરમાં આવવા દીધેલ નહિ ગેરકાયદેસર કબ્જો મેળવી પચાવી પાડતા જે બાદ કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા(પટેલ)એ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ જમીન બાબતે કાયદાકીય કાર્યવાહી થાય તે માટે તા.09/07/2021ના રોજ બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીએ અરજી કરેલ જે અરજી આધારે તા.25/10/2021ના રોજ કલેકટર કચેરી પાલનપુર ખાતે કમિટીની બેઠક મળેલ.

પ્રતીકાત્મક તસવીર

જે બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેકટરએ પોલીસ કાર્યવાહી કરવા માટે સૂચના કરતા. જે બાદ કામરાજભાઈ રણછોડભાઈ કોટડીયા (પટેલ)એ ગઢ પોલીસ મથકે જોરમલજી જકશીજી કોળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share